ડુંગળી શિયાળામાં આપણે વધારે પ્રમાણમાં ઉપયોગમાં લઈએ છીએ. ડુંગળી ખાવું ખાસ કરીને હેલ્થ માટે ઉપયોગી છે. પરંતુ તમે લાલને બદલે સફેદ ડુંગળી ખાઓ છો તો તે હેલ્થ માટે ફાયદો કરે છે. સફેદ ડુંગળી ઉંમર વધારવાની સાથે સાથે અનેક રોગમાં લાભદાયી છે. તો જાણો કઈ રીતે આપે છે ફાયદો.
સફેદ ડુંગળીમાં પાણીનું પ્રમાણ વઘારે હોય છે. જેનાથી તેને શિયાળો હોય કે ઉનાળો ખાવાથી બોડીમાં પાણીની ખામી પૂરી કરી શકાય છે. ગરમ પ્રકૃતિની આ ડુંગળી તમને શિયાળામાં શરદીથી બચાવે છે. સફેદ ડુંગળી બોડીમાં લોહીની ખામી પૂરી કરવાની સાથે હાડકાના રોગને કંટ્રોલ કરે છે અને સાથે હાર્ટથી લઈને બીપીની બીમારીઓેને પણ કંટ્રોલ કરે છે. તો જાણો આવા જ અન્ય ફાયદા પણ.
જો તમને પથરીની ફરિયાદ રહે છે તો તમે સફેદ ડુંગળીનું સેવન શરૂ કરો. સફેદ ડુંગળીનો રસ પથરી માટે કોઈ વરદાનથી ઓછો નથી. સવારે ખાલી પેટે આ ડુંગળીનો રસ પીવાથી પથરીનું દર્દ ઘટે છે અને તેનાથી જલ્દી છૂટકારો મળે છે.
એનિમિયામાં આપે છે રાહત
સફેદ ડુંગળીનો રસ કે તેને ખાવાથી એનિમિયામાંથી રાહત મળે છે. આ ડુંગળી ખાસ કરીને મહિલાઓ માટે ઉત્તમ માનવામાં આવે છે. માહવારીની સમસ્યામાં મહિલાઓએ આ ડુંગળીનું સેવન કરવું.
પુરુષોમાં સ્પર્મ ક્વોલિટી વધારે છે
જો પુરુષોને ખાસ કરીને સેક્સ્યુઅલ સમસ્યા હોય છે તો તેઓએ આ સફેદ ડુંગળીનું સેવન કરવું. તેનાથી અથવા તો તમે સફેદ ડુંગળીનો રસ, આદુનો રસ, મધ અને ઘી મિક્સ કરીને આ પેસ્ટને 21 દિવસ સુધી સવાર સાંજ પીશો તો પણ તમને ફરક જોવા મળી શકે છે.
ગળાની ખરાશ કરે છે દૂર
શિયાળામાં ગળામાં ખરાસ હોય છે તો સફેદ ડુંગળીનો ઉપયોગ કરો. તેનાથી ગળાની ખરાશ, શિયાળાના કફથી રાહત મળે છે. ગોળ કે મધની સાથે સફેદ ડુંગળીનો રસ લેવાથી તમને જલ્દી રાહત મળશે.
શુગર કંટ્રોલ કરવામાં બને છે સહાયક
શુગરના દર્દીઓને માટે આ કોઈ ઔષધથી ઓછી નથી. સફેદ ડુંગળી ખાવાથી શરીરમાં ઈન્સ્યુલિન બને છે. આ માટે શુગરના દર્દીઓએ નિયમિત રીતે રોજ તેને ખાવું લાભદાયી રહે છે.
દિલનો રાખે છે ખ્યાલ
સફેદ ડુંગળી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. તેમાં મિથાઈલ સલ્ફાઈડ અને એમિનો એસિડ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. આ રીતે તમે હાર્ટની બીમારીથી બચી શકો છો.
ગઠિયાના રોગમાં આપે છે લાભ
જો તમે ગઠિયાના રોગ કે સાંધાના દુઃખાવવાથી પરેશાન છો તો તમે ડુંગળીના રસથી માલિશ કરો. તેનાથી તમને તરત રાહત મળે છે. ડુંગળીના રસની સાથે સરસિયાનું તેલ મિક્સ કરો અને તેનાથી પણ માલિશ કરશો તો રાહત મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..