રાજકોટમાં મલ્હાર લોકમેળામાં બીજા દિવસે આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન 108 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન 47 કિલો સડેલા તથા બાફેલા બટેટા, કુલ્ફી બનાવવા માટે વપરાતા દૂધનો અને કુલ્ફીમાંથી જીવાત મળી આવતાં 80 કિલો ખાદ્ય સામગ્રી, ઢોકળામાં પ્રતિબંધિત પીળો કલરના ઉપયોગ બદલ અંદાજિત 120 કિલો આથા, ફરાળી ચિપ્સ, મકાઈનો લોટ, 48 કિલો કાપેલા ફળ સહિત 307 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. જેથી તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે જ બિનઆરોગ્યપ્રદ બરફ અને વાસી ટૂટીફુટીનો પણ નાશ કરવામાં આવ્યો હતો.
મલ્હાર મેળામાંથી પ્રથમ દિવસે જ 25 ટન કચરાનો નિકાલ
ગઇકાલે સાંજથી શરૂ થયેલા રેસકોર્ષ મેદાનનાં મલ્હાર લોકમેળામાં પ્રથમ દિવસે જ લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. જેનાં કારણે મેળામાં કચરો ઠાલવવા માટે મુકાયેલી તમામ 15 કચરા પેટીઓ હાઉસફુલ થઇ ગઇ હતી અને અંદાજે 25 ટન કચરાનો નિકાલ થયો હોવાનું પર્યાવરણ ઇજનેર નિલેષભાઇ પરમારે જણાવ્યું હતું.
અડચણરૂપ 140 વાહનો ડિટેઇન કરાયા
રાજકોટ મલ્હાર લોકમેળાના પ્રથમ દિવસે જ માનવ મહેરામણ ઉમટી પડયુ હતું. પોલીસે મેળામાં આઈકાર્ડ સિસ્ટમના કારણે વિખુટા પડેલા 14 ભૂલકાંઓ ને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આ સાથે જ ટ્રાફિકને અડચણરૂપ 140 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.
આગામી 3 દિવસ વરસાદની શક્યતા નહિંવત્
ગુજરાતમાં ભારે વરસાદ આવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય થઈ નથી. જેના કારણે સૌરાષ્ટ્રમાં વાદળછાયા વાતાવરણ સાથે મેળાની મજા લોકો માણી શકશે. કારણ કે આગામી 5 દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થાય તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. જો કે મધ્યપ્રદેશ પર સર્જાયેલું લો પ્રેશર ગુજરાત ઉપર નહીં આવે પરંતુ અરબી સમુદ્ર તરફથી આવતા પવનોના કારણે સામાન્ય વરસાદ પડી શકે. ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, ભાવગનર, અમરેલી, રાજકોટ જિલ્લામાં છૂટો છવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ વરસાદની આશા નથી. પરંતુ 26 ઓગસ્ટના દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં આગામી 4 દિવસ સામાન્ય વરસાદી ઝાપટાં પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.