અનિયંત્રિત બ્લડ શુગર અને ઇન્સ્યુલિન હોર્મોનના ન બનવાને કારણે થતી બીમારી ડાયબીટિઝ, એકવાર થાય પછી આખી જિંદગી તમારી સાથે જ રહે છે. આ બીમારી ખરાબ લાઈફસ્ટાઈલ, ખાનપાન પર ધ્યાન ન આપવા અને સ્વાસ્થ્ય પર ધ્યાન ન આપવાનું પરિણામ હોઈ શકે છે. તણાવને કારણે પણ ડાયબીટિઝ, મેદસ્વીતા અને હાઈ બ્લડપ્રેશર જેવી બીમારીઓનું જોખમ રહે છે.
એક સમય એવો હતો જયારે આ બીમારી માત્ર વડીલોમાં જોવા મળતી હતી, જે હવે યુવાનોને પણ પોતાની ઝપેટમાં લઇ રહી છે. જરૂરી છે કે તમે પોતાના સ્વાસ્થ્ય અને ખાનપાન પર સંપૂર્ણ ધ્યાન આપો. જો તમે પણ આ રોગ સામે લડી રહયા છો તો તમને જણાવી દઈએ કે એક એવો ઘરેલુ ઉપાય છે કે જેની મદદથી તમે પોતાની બ્લડ શુગરને કંટ્રોલ કરવાની સાથે જ સ્વાસ્થ્ય પણ સચવાશે. અહીં વાત કરી રહયા છીએ ઓલિવનાં પાનના ઉકાળાની.
પોતાના સ્વાસ્થ્ય માટે લોકો ઓલિવ ઓઇલનો ઉપયોગ કરે છે, એવા ઘણા લોકો છે જેઓ ઓલિવ ખાય પણ છે. ઓલિવ બે પ્રકારના હોય છે. એક લીલા અને બીજા કાળા, પણ તમને જાણીને નવાઈ લાગશે કે ઓલિવના પાન પણ ખૂબ ઉપયોગી છે. ઓલિવના પાંદડામાંથી બનાવેલો ઉકાળો ડાયબીટિઝના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. બ્લડ શુગરને નિયંત્રિત કરવા ઉપરાંત, તે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. જો તમે હૃદય સંબંધિત રોગોથી છુટકારો મેળવવા માંગો છો, તો નિયમિતપણે ઓલિવના પાંદડાનો ઉકાળો પીવાનું શરૂ કરો.
ઉકાળો બનાવવા માટે સૌથી પહેલા ઓલિવના 10-12 પાન લો અને સારી રીતે સાફ કરી દો. હવે એક કપ પાણીમાં આ પાનને સારી રીતે ઉકાળી લો. પાન સારી રીતે ઉકલી જાય એટલે એમાં થોડો કાળા મરીનો પાવડર અને થોડું મીઠું ઉમેરો. ફરીથી તેને સારી રીતે ઉકાળો. જયારે આ ઉકળીને અડધું થઇ જાય ત્યારે ગેસ બંધ કરી દો, એમાં મધ ઉમેરીને તેને સીપ-સીપ કરીને પીવો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..