સુંદર અને આકર્ષિત દેખાવની ઈચ્છા દરેક વ્યક્તિ રાખે છે. આ ઈચ્છા પૂરી કરવા લોકો અલગ અલગ કિમીયા પણ કરતા હોય છે. પરંતુ અસર થતી નથી. છેલ્લા ઘણા વર્ષોથી લોકોની જીવનશૈલીના કારણે લોકો વજન (Weight) વધવાની સમસ્યાથી પરેશાન છે. લોકોની જીવનશૈલી અંગે નિષ્ણાંતોનું કહેવું છે કે, 70 ટકા લોકો ખાનપાનની ખોટી આદતનો ભોગ બન્યા હોય છે. આવી સ્થિતિમાં શરીરમાં જતી કેલરી પર ધ્યાન આપવામાં આવે તો વજનને ઘણું ઓછું કરી શકાય છે. આખો દિવસ કેલરીથી ભરેલા નાસ્તાની જગ્યાએ મખાના (Makhana) ખાવા ખૂબ સારો વિકલ્પ હોઈ શકે છે.
હેલ્થલાઇનના મત મુજબ મખાના વજન નિયંત્રિત (Weight control) કરવાની સાથે અનેક બીમારીઓથી બચાવે છે. તો ચાલો જાણીએ કે, વજન ઓછું કરવાની સાથે તંદુરસ્ત (Healthy) કઈ રીતે રહી શકાય.
વજન ઘટાડવામાં મદદરૂપ
મખાનામાં ફાયબરનું ખૂબ ઊંચું પ્રમાણ હોય છે. જેના કારણે તમારું પેટ ભરેલું હોય તેવો અનુભવ થાય છે. પરિણામે ભૂખ લાગતી નથી. જેથી ઓવરઇટિંગથી બચી જવાય છે. આ ઉપરાંત તેના કેલેરી પણ નહિવત હોય છે. જેથી કેલેરી બર્ન કરવામાં વધુ મહેનત થતી નથી. તેમાં રહેલા પ્રોટીન વજન ઓછું કરવા મદદરૂપ થાય છે. આનું સેવન કરવાથી ફૂડ તરફની લાલસા ઘટી જાય છે.
મખાના ખાવાના અન્ય ફાયદા
– મખાના પ્રોટીન અને ફાયબર ભરપૂર હોય છે. તેમજ કેલ્શિયમ, આયરન અને ફોસ્ફરસનું પ્રમાણ પણ ખૂબ સારું હોય છે. જે હાડકા તંદુરસ્ત રાખવા લાભદાયક નીવડે છે.
– મખાનામાં મેગ્નેશિયમ હોય છે. જેનાથી મસલ્સ કોન્ટ્રેક્ટ અને નર્વ ફંક્શનને વ્યવસ્થિત રહે છે.
– મખાનામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. જે હૃદયરોગ, કેન્સર, ડાયાબિટીસ ટાઇપ -2 સામે રક્ષણ આપે છે.
– તે શરીરમાં કોઈપણ પ્રકારનું ઈંફ્લેમેશન ઘટાડે છે અને સંધિવા, બળતરા આંતરડાના રોગમાં રાહત છે.
– મખાના ખાવાથી બ્લડ શુગરનું સ્તર નિયંત્રિત રહે છે.
– મખાનામાં વૃદ્ધત્વ રોકતો ગુણધર્મો હોય છે. તેનું નિયમિત સેવન કરવાથી ત્વચાની ફલેક્સિબિલીટી જળવાઈ રહે છે અને ચહેરા પર કરચલીઓ પડતી નથી.
– મખાનાના સેવનથી કોલેસ્ટ્રોલનું સ્તર પણ નિયંત્રિત થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..