ભોજન બાદ માવા મસાલા ખાતા લોકોએ અળસી ખાવાની આદત પાડવી જોઈએ. અળસીમાં ભરપૂર પ્રમાણમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. જે ખાસ કરીને ફિશમાં મળે છે. પરંતુ શાકાહારીઓ માટે આ તત્વ મેળવવા માટે અળસી બેસ્ટ ઓપ્શન છે. જો તમે તમારી જાતને નિરોગી અને ચુસ્ત રાખવા ઇચ્છતા હોવ તો રોજ ઓછામાં ઓછી એક ચમચી અળસીનો તમારા આહારમાં સમાવેશ કરો. આનાથી ઘણી તકલીફો દૂર રહેશે.
રોજ અળસી ખાવાના ફાયદાઓ
જો તમને ખાંસી છે તો અળસીની ચા પીવો. પાણીને ઉકાળી તેમાં અળસીનો પાવડર નાંખી ચા તૈયાર કરો. આનું દિવસમાં બે-ત્રણવાર સેવન કરો.
દમના રોગીએ એક ચમચી અળસીના પાવડરને અડધા ગ્લાસ પાણીમાં 12 કલાક સુધી પલાળી રાખી સવાર-સાંજ ગાળીને પીવું, રાહત મળશે.
ડાયાબીટિસના દર્દીઓએ 25 ગ્રામ અળસી ખાવી જોઇએ. તેઓ દળેલી અળસીને લોટમાં મિક્સ કરી રોટલી બનાવીને ખાઇ શકે છે.
એક રિસર્ચમાં સામે આવ્યું છે કે અળસીનું સેવન બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને કોલોન કેન્સરથી બચાવે છે.
અળસીના સેવન દરમિયાન પાણીનું સેવન વધારે કરવું. કારણ કે તેમાં વધારે પ્રમાણમાં ફાઇબર હોય છે જેનાથી તરસ વધુ લાગે છે.
જો તમે સ્વસ્થ છો તો રોજ સવાર-સાંજ એક-એક ચમચી અળસીનો પાવડર પાણી સાથે, શાક, દાળ કે સલાડ સાથે મિક્સ કરીને ખાવ.
અળસીના બીજના પાઉડરનું નિયમિત સેવન કબજિયાતને દૂર કરે છે. તેનું સેવન કરતી વખતે અને તે પછી પણ પાણી પીવું જરૂરી છે. જે કબજિયાતને દૂર કરવામાં મદદરૂપ બને છે.
અડધા કપ જેટલા વાટેલાં અળસીના બીજને ક્રીમ કે દૂધ સાથે મેળવીને પેસ્ટ બનાવો. રોજ આ સ્ક્રબને ત્વચા પર ઘસો. તેનાથી ત્વચા સુંવાળી બનીને શુષ્કતા દૂર થશે.
રોજ 10 ગ્રામ અળસી ખાવાથી વજન ઘટે છે.
અળસીના બીજને ચૂર્ણ બનાવી 10 ગ્રામ, મુલેઠી 5 ગ્રામ, સાકર 10 ગ્રામ, અડધા લીંબૂના રસને ઉકળતા પાણીમાં નાંખી ઢાંકી દો. આ રસને ત્રણ કલાક બાદ ગાળીને પીવો. જેની મદદથી તમને ગળા અને શ્વાસની નળીમાં જામેલો કફ બહાર નિકળી જશે.
કઈ રીતે કરી શકાય અળસીનો ઉપયોગ
- કચુંબર કે દહીંમાં અળસી-બીજનો પાઉડર ઉમેરીને ખાઓ.
- બ્રેકફાસ્ટ-કોર્ન ફ્લેક્સ પર પાઉડર છાંટીને ખાઓ.
- રાંધેલા શાકમાં પણ આ પાઉડર ઉપરથી ઉમેરીને ખાઈ શકાય છે.
- બ્રેડ, મફીન કે કેકની ઉપર આ પાઉડર છાંટી શકાય છે.
- સ્મૂધીઝ કે સ્નેક્સમાં આ પાઉડર નાખો.
- અળસીના તેલમાં સમાન ભાગનું ઓલિવ ઓઈલ તેમ જ થોડો લીંબુનો રસ મેળવીને સલાડ-ડ્રેસિંગ બનાવો.
અળસી શરીરમાં એસ્ટ્રોજનની માત્રા વધારે છે. જો તમે આનું સેવન કરશો તો પીરિયડ આવી શકે છે. જો તમે વધુ સેવન કરશો તો શરીરમાં તકલીફ થઈ શકે છે. અળસીના વધુ સેવનથી તમને એલર્જીની સમસ્યા થઈ શકે છે. શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..