ખજૂર ખાવાના ફાયદા જાણશો તો તમે પણ ખાવા લાગશો, રોજ માત્ર 3 ખજૂર ખાઈ લેવાથી શરીરને મળે છે અઢળક ફાયદા

ખજૂર આપણાં શરીર માટે ખૂબ જ ફાયદાકારક ફ્રૂટ્સમાંથી એક છે. રોજ માત્ર 3 ખજૂર ખાઈ લેવાથી શરીરને અઢળક પોષક તત્વો મળી રહે છે અને ઘણાં રોગો પણ દૂર રહે છે. ખજૂરમાં કોપર, ફાઈબર, મેંગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન B6 ભરપૂર માત્રામાં હોય છે. ખજૂર પૌષ્ટિક ફળ જ નહીં અનેક રોગોની ઉત્તમ ઔષધી પણ છે

ખજૂરમાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન, ફાઇબર, મેગ્નેશ્યમ, ક્રોમિયમ જેવાં વિવિધ મિનરલ્સ મળી રહે છે. જે શરીર માટે ખૂબ જ જરૂરી છે.

શિયાળામાં ખાસ ખજૂર પાક બનાવીને ખાવાથી શરીરને ભરપૂર પોષણ અને ફાયદા મળી રહે છે.

ખજૂર ખાઈને ગરમ દૂધ પીવાથી કેલ્શિયમની કમીથી થતા રોગો જેવા કે દાંત ની કમજોરી, હાડકા ઓગળવા વગેરે મટી જાય છે.

ખજૂરમાં ભરપૂર પ્રમાણમાં રહેલું આયર્ન શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. દિવસ દરમિયાન 5-6 ખજૂર ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી રહે છે

દરરોજ ખજૂર ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે અને વજનમાં પણ વધારો થાય છે. શરીરને પૂરતું પોષણ મળી રહે છે.

નિયમિત ખજૂર ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે અને જે લોકોના શરીરમાં લોહીની ઉણપ હોય તેવા લોકોને તો દરરોગ 4-5 ખજૂર ખાવી જ જોઈએ.

કબજિયાત હોય તો રોજ રાતે સૂતી વખતે ચારથી પાંચ પેશી ખજૂર ધોઈ ઠળિયા કાઢી એમાં થોડુંક ગાયનું ઘી ભરીને ચાવી-ચાવીને ખાવી.

જો ખજૂર ખાવી ન હોય તો બપોરે પલાળી રાખેલી ખજૂરની પેશીઓને મસળીને એનું પાણી પી જવું. એનાથી મળને આગળ ધકેલવામાં મદદ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો