જો તમે નિયમિત રીતે દાડમનું સેવન કરો છો તો તેને તમારા માટે યોગ્ય અને સ્વાસ્થ્ય તથા સ્કીન માટે પણ ફાયદારૂપ માનવામાં આવે છે. નિયમિત રીતે દાડમનું સેવન કરવાથી શરીરમાં લોહીની ખામી ઘટે છે. તો મગજ પણ ફાસ્ટ રહે છે. દાડમમાં ખાસ તો ફાઈબર, વિટામિન કે, સી, બી, આયર્ન, પોટેશિયમ, ઝિંક અને ઓમેગા 6 ફેટી એસિડ જેવા પોષક તત્વો હોય છે.
દાડમ કે તેના જ્યૂસના સેવનથી મળે છે મોટા ફાયદા
પ્રેગનન્ટ મહિલાઓ માટે લાભદાયી
ગર્ભવતી મહિલાઓ માટે દાડમનું સેવન લાભદાયી રહે છે. તેનાથી લોહીની ખામી થતી નથી અને સાથે પાણીનું પ્રમાણ શરીરમાં બની રહે છે. દાડમમાં મળતા મિનરલ્સ, વિટામિન, ફ્લોરિક એસિડ તેમના બાળક માટે લાભદાયી રહે છે.
એનિમિયામાં કરે છે લાભ
જે લોકોને લોહીની ખામી, કમળો, એનિમિયાની બીમારી છે તેઓ જો રોજ 1 દાડમનું સેવન કરે છે તો તેમને લાભ થાય છે. દાડમમાં રહેલું આયર્ન લોહીની ખામી દૂર કરે છે.
હાર્ટની બીમારીમાં કરે છે ફાયદો
દાડમમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે. આ સાથે શરીરમાં પાણીની ખામીને પૂરી કરવાનું કામ પણ કરે છે. ડોક્ટર્સ પણ હાર્ટની બીમારીમાં દાડમના ઉપયોગની સલાહ આપે છે.
પુરુષો માટે લાભદાયી
જે પુરુષોને શારીરિક નબળાઈ કે થાક રહે છે તેઓએ દાડમનું સેવન કરવું. તેનાથી પૌરુષત્વ વધારવામાં મદદ મળે છે.
નવી કોશિકાઓનું કરે છે નિર્માણ
દાડમ ત્વચાની ઉપરના લેયરને સુરક્ષિત રાખે છે. સાથે તે કોશિકાઓના નિર્માણમાં પણ મહત્વનું રહે છે. તેનાથી સ્કીનનો ગ્લો વધે છે.
કયા સમયે ખાવું જોઈએ દાડમ
સામાન્ય રીતે કોઈ પણ ફળનું સેવન સવારે કરવું. સવારે નાસ્તા સમયના અડધા કલાક પહેલા કે પછી નાસ્તાની સાથે પણ તમે દાડમનો ઉપયોગ કરી શકો છો. તેના સેવનથી શરીરમાં ઉર્જા મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..