ડાયાબિટીસથી લઇને પથરીની બીમારીમાં અકસીર છે જાંબુ અને તેના ઠળિયા, ફાયદા જાણીને તમે પણ નહીં ફેંકો જાંબુનાં ઠળિયા

અત્યારે જાંબુની મોસમ છે. જાંબુ સ્વાદમાં તો રસીલા હોય છે તેની સાથે સ્વાસ્થ્યમાં પણ ઘણાં જ ફાયદાકારક છે. જાંબુ તે આપણે બધા ઘણી મઝાથી ખાતા હોઇએ છીએ. પરંતુ શું તમને ખબર છે તેના ઠળિયાનો પાવડર પણ ઔષધી રૂપે વાપરવામાં આવે છે. ખેર આજે આપણે જાંબુ અને તેના ઠળિયાના સ્વાસ્થ્યવર્ધક ગુણો અંગે જાણીએ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ ખૂબ ફાયદાકારક હોય છે. તેના ઠળિયાનો પાઉડર બનાવીને સેવન કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. રોજ સવારે ભૂખ્યા પેટે નવશેકા પાણીમાં આ પાઉડરનું સેવન કરવાથી રાહત મળે છે.

પથરીની સમસ્યામાં તમે જાંબુનું સેવન કરી શકો છો. તે સિવાય જાંબુના ઠળિયાના પાઉડરને પાણી કે દહીં સાથે ખાવાથી પથરીની સમસ્યા કાયમ માટે દૂર થઇ શકે છે. રોજ સવાર-સાંજ પાણીની સાથે એક ચમચી આ પાઉડરનું સેવન કરો.

જાંબુ દાંતને સ્વસ્થ બનાવવામાં પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમને દાંત કે પેઢામાં દુખાવો કે બ્લીડિંગની સમસ્યા છે તો તમે તેને મંજનની જેમ ઉપયોગ કરો. નિયમિત રીતે આ પાઉડરથી મંજન કરવાથી તમારી સમસ્યા થોડાક દિવસમાં જ સારી થઇ જશે.

જો શરીર પર કોઇ ઇજા થઇ હોય કે બળતરા થઇ હોય તો આ પાઉડરને પાણીમાં મિક્સ કરીને ઇજા પર લગાવવાથી રાહત મળે છે તો સાથે બળતરા પણ ઓછી થઇ જાય છે.

જો તમને ઓછી ભૂખ લાગે છે તો તમે જાંબુનું સેવન કરી શકો છો. જેનાથી તમારી ભૂખમાં વધારો થઇ શકે છે. આ ઉપરાંત પીરિયડ્સમાં વધારે રક્ત સ્ત્રાવ કે દુખાવો થતો હોય તો પણ પાઉડરનું સેવન ખૂબ ફાયદાકારક હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends…

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો