આજકાલ દરેક લોકો ભાગમદોડમાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી. જેમાંથી એક એડીનો દુખાવો. પુરૂષ હોય કે મહિલા દરેક લોકોને એડીનો દુખાવો થાય છે. જેના ઘણાં બધા કારણ હોય શકે છે. જેમ કે, ઉંચી હિલ્સના સેન્ડલ પહેરવા, પગનું હાડકું વધવું,પોષક તત્વની ઉણપ, વજનનું વધવુ જેવા કારણ હોય છે. પગમાં કુલ 26 હાડકાં હોય છે. જેમાથી એક હાડકું સૌથી મોટું હોય છે. જે કુદરતી રીતે શરીરનો ભાર ઉઠાવવામાં સક્ષમ હોય છે. જેનાથી આપણે સહેલાઇથી હરીફરી શકતા નથી. ઇજા કે અન્ય કારણસર પણ તેમા દુખાવો થવા લાગે છે. આવો જોઇએ તેના કારણ અને દુખાવાથી કેવી રીતે મળી શકે છે છૂટકારો..
એડીમાં દુખાવાના કારણ
- ઉંચી એડીના સેન્ડલ
- પગમાં મોચ આવવી
- ટાઇટ ફૂટવેર પહેરવા
- ઉંઘની ગોળીનું વધારે સેવન
- ડાયાબિટિઝ કે સ્થૂળતા
- શરીરમાં પોષક તત્વની ઉણપ
- પગનું હાડકું વધી જવું
- વધારે સમય ઉભુ રહેવું
દુખાવાથી બચવાના ઉપાય
– પગમાં દુખાવો થવા પર શરૂઆતમાં તેની પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. નહીતર આ દુખાવો વધી પણ શકે છે.
– એડીમાં દુખાવો થવા પર હાઇ હીલ પહેરવાનું બંધ કરો.જેનાથી પગમાં આરામ મળશે.
– દુખાવા વાળી જગ્યા પર બરફ ઘસવાથી ઘણો લાભ મળે છે. દિવસમાં 3-4 વખત 15-20 મિનિટ માટે પગ પર બરફ લગાવવો જોઇએ.
– વ્યાયામ, સાયકલિંગ અને સ્વિમિંગ કરવાથી પગના હાડકા મજબૂત બને છે.
– દિવસમાં 1 વાર એક ચમચી દૂધની સાથે એક ચમચી અશ્વગંધાનું ચૂર્ણ મિક્સ કરીને સેવન કરો.તે બાદ એક કપ ગરમ દૂધ પી લો.
– એલોવેરા, આદુ અને કાળા તલ મિક્સ કરીને એડી પર લગાવાથી રાહત મળ છે.
ઘરેલું ઉપાયથી દુખાવો દૂર કરો
1/4 ચમચી એલોવેરા
નવસાર (ખાર)નો ટૂકડો
1/4 ચમચી – હળદર
એક વાસણમાં એલોવેરાનના રસને ધીમી આંચ પર ગરમ કરો. હવે તેમા નવસાર (ખાર) અને હળદર મિક્સ કરી લો. જ્યારે તે પાણી શોષી દે તો ગેસ બંધ કરી દો અને નવશેકુ થાય એટલે એક કોટનના ટૂકડા પર રાખી દો. હવે તેને એડી પર પટ્ટીની જેમ બાંધી દો. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે આ ઉપાય તમે રાતના સમયે કરો. જેથી ચાલવું કે ફરવું ન પડે. સતત થોડાક આ દિવસ આરીતે કરવાથી રાહત મળશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..