આજે સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને પટેલ સમાજના ભામાશા એવા મહેશભાઇ સવાણી નો જન્મ દિવસ છે તો સમસ્ત લેઉવા પટેલ સમાજ તરફથી મહેશભાઇ સવાણીને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
ભાવનગરના જિલ્લાના રાપરડા ગામના મહેશ સવાણીએ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે. વર્ષો પહેલા સૌરાષ્ટ્રથી સુરત આવીને હીરાના વ્યવસાય સાથે જોડાયેલા મહેશ સવાણીના પિતા વલ્લભભાઈ સુરતમાં આવ્યા હતા. સુરતમાં હીરાના વ્યવસાયમાંથી રિયલ એસ્ટેટ તરફ વળી વલ્લભાઈએ અઢળક સફળતા સાથે સારી એવી કમાણી પણ કરી. આજે ડાયમંડ, એજ્યુકેશન, હોસ્પિટલ, રિયલ એસ્ટેટ સહિતના બિઝનેસ ક્ષેત્રે કાર્યરત પી પી સવાણી ગ્રુપનું સંચાલન મહેશ સવાણી કરી રહ્યાં છે.
આશરે 2500 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતા આ ગ્રુપના એમડી તરીકે કામ કરી રહેલા મહેશ સવાણી પણ પિતાની સેવાકીય પ્રવૃતિને આગળ વધારી રહ્યાં છે. મહેશ સવાણી પિતા વિહોણી દીકરીઓમાં નાતજાતનો ભેદભાવ રાખ્યા વગર તેમના ધામધૂમથી લગ્ન કરાવે છે. એટલું જ નહીં છેલ્લા ઘણા વર્ષોથી સમૂહલગ્નનું આયોજન કરતા મહેશ સવાણીએ પોતાના દીકરાના લગ્ન પણ આ રીતે જ કરાવ્યા હતા. આ ઉપરાંત મહેશભાઈએ ઉરીમાં શહીદ થયેલા જવાનોના બાળકોના ભણતરનો ખર્ચની જવાબદારી લીધી હતી.
મહેશભાઈએ 2008થી શરૂ કર્યા સમૂહ લગ્ન
મહેશ વલ્લભભાઈ સવાણી 2008થી આ પિતા વિહોણી દીકરીઓના સમૂહ લગ્નો કરાવતાં આવ્યાં છે. પોતાને દીકરી ન હોવાના દુઃખને અનોખી રીતે દુર કરવા માટે તેમણે આ સમૂહ લગ્નો યોજવાનું શરૂ કર્યુ છે. કન્સ્ટ્રક્શન, શિક્ષણ, હોટલ સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા મહેશ સવાણી સમૂહ લગ્નમાં માને છે. અને સમૂહલગ્ન અત્યારના સમયની માગ હોવાનું તેઓ દ્રઢપણે માને છે.
પી.પી. સવાણી ગ્રુપ રિયલ એસ્ટેટ બિઝનેસની સાથે સાથે શહેરમાં ગુજરાતી, હિન્દી અને ઈંગ્લિશ મીડિયમની શાળાઓ ચલાવે છે. આ ઉપરાંત પી.પી. સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ગરીબ દર્દીઓ માટે નજીવા દરે હાર્ટ સર્જરીની સુવિધા વિકસાવી છે.
Happy birthday Mahesh Savani … પ્રભુ તમોને તમારા માટે નહી પંરતુ આ દિકરીઓ માટે લાબુ આયુષ્ય આપે એજ આજના દિવસે પ્રાથૅના…. પિતા વિહોણી દિકરી હોય જેમ કે હિન્દૂ , મુસ્લિમ ,ખ્રિસ્તી કે, અનાથ , HIV ગ્રસ્ત બાળકો હોય કે મંદિર કે મસ્જીદથી મળેલી દીકરીઓને પિતાની હુંફ અને લાગણી પુરી પાડનારા સુરતના શિરોમણી શ્રી મહેશભાઈ સવાણી નો આજે જન્મદિવસ છે…..
ચાલો આપણે આ ભામાષાને માં ખોડિયાર લાંબી આયુ આપે એવી પ્રાથૅના સૌ સાથે મળી પ્રભુ ને કરીએ…
मेरादेश मेराधमँ मेराअभिमान…