ગુજરાતમાં ‘ભાઉ’ અને ‘ભૂપાભાઈ’ના રાજમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ, નૈતિક્તાના ધોરણે હર્ષ સંઘવી રાજીનામું આપે: અમિત ચાવડા

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગુનેગારો બેફામ બન્યા હોય, તેમ એક પછી એક ગુનાઓને અંજામ આપી રહ્યાં છે. ચોરી, લૂંટ, દુષ્કર્મ અને હત્યા જેવી ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડાએ રાજ્યની ભાજપ સરકારને આડેહાથ લીધી છે.

સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં થયેલી 3 હત્યાઓને ટાંકીને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપના રાજમાં ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોવાનો આક્ષેપ કર્યો છે.

અમિત ચાવડાએ જણાવ્યું કે, આજે પરિવારનો સભ્ય સાંજ સહીસલામત પાછો ફરશે કે કેમ? તેની લોકોને ચિંતા સતાવી રહી છે. ગુજરાતના આર્થિક પાટનગર એવા સુરત, જે રાજ્યના સુપર સીએમ એવા સીઆર પાટીલનું તેમજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું હોમ ટાઉન છે, ત્યાં ધોળા દિવસે યુવતીની ઘાતકી હત્યા કરવામાં આવે છે.

ભાજપના રાજમાં ગુજરાતમાં બહેન-બેટીઓ અને મહિલાઓની સલામતી સામે મોટો સવાલ ઉભો થયો છે. ગુજરાત સલામત હાથોમાં હોવાના બણગા ફૂંકતા ગૃહરાજ્ય મંત્રીના વિસ્તાર એવા સુરતમાં જ ગુંડારાજ ચાલે છે.

પોલીસો જમીનોના હપ્તા ઉઘરાવી રહ્યાં છે અને રાજ્યમાં બૂટલેગરોનું રાજ ચાલી રહ્યું છે. આથી નૈતિક્તાના ધોરણે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાનું રાજીનામું આપી દેવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો