સમ્રગ ભારત માંથી રાજકોટ ના બહુમુલી પ્રતિભા ધરાવતા હાર્દિક જીવરાજભાઈ સોરઠીયા ને ગુજરાત રાજ્ય ના રાજ્યપાલ ના હસ્તે એનાયત થયો ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ નો વર્લ્ડ રેકોર્ડ – યંગેસ્ટ એચીવર એવોર્ડ.
દરેક વ્યક્તિ જીવન માં કઈક વિવિધતા ને લઇ ને જન્મે છે. આમ ભી ભારત દેશ એટલે સંસ્કૃતિ ને ઉજાગર કરતો દેશ અને એમાં વળી ગુજરાત ની વાત જરા હટકે જ હોઈ સૌરાષ્ટ્ર એ અનેક સપૂતો ને જન્માવ્યા છે પછી એ દાતા હોઈ ,શુરા હોઈ ,કે સારી વિચાર શેલી ને વરેલા સાચા સમાજ સેવક હોઈ અને તેથી જ સૌરાષ્ટ્ર ની ધરતી ને સ્વર્ગ કહેવાય છે. અને આવી જ સૌરાષ્ટ્ર ની ધરતી પર ૨૪ એપ્રિલ ૧૯૯૩ ના જીવરાજ ભાઈ સોરઠીયા ના પરિવાર માં જન્મ થયો એક લાડકવાયા સંતાન નો નામ રાખ્યું હાર્દિક અર્થાત હર્દય ,હાર્દિક બાળપણ થી જ કઈક નવું કરવા ના વિચાર ને વળગી અનેક એવાર્ડ પોતાના નામે કર્યા પ્રાથમિક શિક્ષણ પાર્થ સ્કુલ -મોવડી, કુમાર છાત્રાલય – જામકંડોરણા સાથે માધ્યમિક અને ઉચ્તર માધ્યમિક શિક્ષણ ધોળકિયા સ્કુલ માં લઇ આ યુવાન કઈ કેટલીય પરિસ્થિતિ થી સુસજ્જ થયો તો વળી અભ્યાસ ની સાથે સાથે ઈતર પ્રવૃત્તિ થકી અનેક સિધ્ધિ ઓ નાની વયે જ હાસલ કરી કોમર્સ ના અભ્યાસ બાદ બી.બી.એ નો અભ્યાસ રાજકોટ ની આત્મીય કોલેજ માં પૂર્ણ કરતા ની સાથે શિક્ષણ અને સંસ્કાર અભ્યાસ માં જ મળ્યા અને હવે અભ્યાસ યાત્રા શરુ થઇ માસ્ટર ડીગ્રી મેળવવાની એમ.બી.એ નો અભ્યાસ ગુજરાત ની નામાંકિત ગાંધીનગર ની નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ કોપરેટીવ મેનેજમેન્ટ માં પૂર્ણ થયો.
સાથે વિકાસ ની ગાથા ઓર વેગવંતી બનતી ગઈ અનુભવ ના નીચોડ ના સ્વરૂપે સમગ્ર અભ્યાસ યાત્રા માં ૫૦૦ જેવિ સ્કુલ અને કોલેજ ની વિવધ સ્પર્ધામાં ભાગ લઇ ને આ યુવાને પોતાનું હુન્નર સાબિત કર્યું અને અનેક સિધ્ધિ પોતાના નામે કરી, ગાંધીનગર માં રઈ ને પર સેવા કરવાના વિચાર ને સત્યતા નું સ્વરૂપ આપવા ગાંધીનગર ની જ સામાજિક સંસ્થા માં પોતે પોતાનું તન મન અને ધન થી સેવા કરવા તત્પર થયા. કઈ કેટલીય સામાજિક પ્રવૃત્તિ જેમ કે ગરીબ બાળકો ને અભ્યાસ કરાવવો, ગરીબ બાળકો ને સંગ તહેવાર ની ઉજવણી કરવી અને ગરીબ બાળકો ના કલ્યાણ અર્થે નવીનતમ કાર્ય કરવા જેવી અનેક પ્રવુતિ થકી સમાજ સેવાનું કાર્ય કર્યું.
અસંખ્ય અખબાર મા વિવિધ લેખો ના માધ્યમ થી લેખક બની સમાજ ને નવો રાહ ચીંધ્યો તો વળી એન્કરીંગ ના માધ્યમથી એન્કર બની અસંખ્ય લોકો ને પોતાની મીઠી વાણી થી મંત્ર મુગ્ધ કર્યા. જ્યાં અભ્યાસ કર્યો તે સ્કુલ માં શિક્ષક ની નોકરી કરી સાચા અર્થ માં વિદ્યાર્થી ના ઘડતર કરનાર ઘડવૈયા બનીયા તો વળી અનેક સામાજિક સંસ્થા માં પોતાની પગદંડી જમાવી અનેક ને મદદ રૂપ બન્યા. ખુબ જ નાની ઉમર એટલે કે ૨૨ વર્ષે આ અનેક સિધ્ધિ આ યુવાને પોતા ના શિરે કરી.
આ દરેક પ્રવૃત્તિ માં માતા કાન્તા બેન પિતા જીવરાજ ભાઈ નો પણ એટલો જ સહારો મળ્યો. સાથે ૨૩ વર્ષ ની ઉમરે જનરાલિસ્ટ થવા જનરાલીઝમ નો અભ્યાસ અર્થાત બેચલર ઇન જનરાલીઝમ એન્ડ માસ કોમ્યુનીકેશન નો અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં પૂર્ણ કર્યો અહી થી એમની વિકાસ યાત્રા અટકી નહિ એમ,બી,એ ની સાથે અનામલાય યુનીવર્સીટી -મેઘાલય માં એક્સ્ટર્નલ ડીપ્લોમાં ઇન વેલ્યુ એજ્યુકેશન એન્ડ સ્પીરીચ્યુઆલીટી ના અભ્યાસ બાદ માસ્ટર ઇન સાયન્સ અર્થાત એમ.એસ.સી નો અભ્યાસ પૂર્ણ કર્યો અને ઈન્દીરા ગાંધી ઓપેન યુનીવર્સીટી માંથી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન રૂરલ ડેવલોપમેન્ટ નો એક વર્ષ નો અભ્યાસ કરી ૨૫ વર્ષ ની ઉમર માં અનેક ડીગ્રી હાસલ કરી.
સાથે રાષ્ટીય લેવલ ની “સારું લખાણ“ લેખિત સ્પર્ધા માં ૨ નંબર તો યુનીવર્સીટી ઓફ કેમ્બ્રીચ ની પરીક્ષામાં BB1 ગ્રેડ, BAOU યુનીવર્સીટી માં CCC નો કોર્ષ તો માંઉંટ આબુ – રાજસ્થાન માં યુથ વિંગ ની ૭ દિવસ ની ટ્રેનીગ અને અલગ અલગ સ્પર્ધામાં માં સિધ્ધિ હાસલ કરી તો ડાયરેક્ટર ઓફ ઇકો એન્ડ સ્ટેટ – ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફ થી સ્ટેટેસ્ટીક ઇન રીસર્ચ વિથ કોમ્પ્યુટર નું સર્ટીફીકેટ સાથે અસંખ્ય કોલેજ અને સ્કુલ ના વિવધ સર્ટીફીકેટ ની વણઝાર પણ આ યુવાને મેળવિ
૨૦૧૫ માં ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી આનંદી બેન પટેલ ના હસ્તે સરદાર પટેલ ની જયંતિ ના દિવસે સરદાર સાહેબ ના વક્તવ્ય માં સમ્રગ ગુજરાત માં તૃતીય ક્રમ આવવા થી મુખ્યમંત્રી ના હસ્તે એવોર્ડ એનાયત થયો તો વળી એજ અનુસંધાને ગુજરાત ટેકનિકલ યુનીવર્સીટી ના વાઈસ કાઉન્સેલર મિસ્ટર અગ્રવાલ સાહેબ ના હસ્તે સર્ટીફીકેટ ને રોકડ પુરસ્કાર એનાયત થયો.
રાજકોટ ની ઘણી બધી સામાજિક સંસ્થા ના એવોર્ડ અલગ અલગ કેટેગરી માં સ્વીકાર્યા તો સરદાર પટેલ સેવાદળ માં પોતે અનન્ય સેવા આપી.
આ સમ્રગ બાબત ને ધ્યાન માં લઇ ને ૨૦૧૭ માં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડ – ફરીદાબાદ માં આ યુવાન ની સિધ્ધિ નોમીનેટેડ કરવામાં આવી એક વર્ષ ની ચકાસણી બાદ ૨૦૧૮ માં આ એવોર્ડ યંગ સોસીયલ વર્કર તરીકે નો હાર્દિક સોરઠીયા ના નામનો નોમીનેટ થયો.
ગુજરાત રાજ્ય ના રાજ્યપાલ માનનીય શ્રી ઓમ પ્રકાશ કોહલી સાહેબ ના હસ્તે તા ૨૭.૦૨.૨૦૧૮ ને મંગળવાર વાર ના દિવસે રાજ ભવન – ગાંધીનગર ગવર્નર સાહેબ ના નિવાસ્થાને આ બહમુલી પ્રતિભા ધરાવતા યુવાન ને એવોર્ડ અને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યું.
હાલ માં ખોડલધામ – કાગવડ ની વિદ્યાર્થી પાંખ વિદ્યાર્થી સમિતિ અર્થાત KDVS માં પણ અનેક સેવાકીય પ્રવૃત્તિ થકી આ યુવાન વિદ્યાર્થી સાથે ખંભા સાથે ખંભા મેળવી કાર્ય કરે છે તો માર્ગદર્શક પી.એસ.આઈ સંજય સાહેબ પાદરીયા ના વિચાર ને ખરા અર્થ માં સાકાર કરવા મહેનત કરે છે. સાથે જીવન માં ક્રિકેટર ના બાદશાહ સચિન તેન્ડુલકર ને પોતાનો રોલ મોડેલ માને છે. તો કાગવડ બેઠલ માં ખોડલ માં અનન્ય શ્રદ્ધા રાખે છે.