હળવદની માનવીય પહેલ: અંતરીયાળ ગામોથી 10-12ની પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓને નિ:શુલ્ક ભોજન આપવામાં આવે છે

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે બધા વિદ્યાર્થીને અલગ અલગ સેન્ટર આપવામાં આવેલા હોય છે. દર વખતે જરૂરી નથી હોતું કે પરીક્ષા સ્થળ વિદ્યાર્થીના ઘરથી નજીક જ હોય. ઘણીવાર ખુબ દુરના અંતરે આવેલું પરીક્ષા સ્થળ લોકો માટે જવમાની અગવડ ઉભી કરી શકે છે. તો આવા લોકો માટે હળવદ માર્કેટિંગ યાર્ડમાં એક સરસ કામ કરવામાં આવી રહ્યું છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાર્થીઓને નિશુલ્ક શુદ્ધ અને સાત્વિક ભોજન આપવામાં આવે છે.

તાલુકાના અંતરીયાળ ગામોના દરરોજના 250થી વધારે બાળકો સાથે વાલીઓને પરીક્ષાર્થીઓની રીસિપ્ટ બતાવી ભોજન પાસ આપવામાં આવે છે. હળવદ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લાં બે વર્ષથી વિદ્યાર્થીઓને દાળ, ભાત, શાક, રોટલી, છાશ સહિત શુદ્ધ અને સાત્વિક ભોજન નિ:શુલ્ક આપવામાં આવે છે.

જેમાં ખેડૂત ભોજનાલયમાં ખેડૂતોને પણ ભરપેટ ભોજન આપવામાં આવે છે. ગત વર્ષે 2500 વિદ્યાર્થીઓએ લાભ લીધો અને ચાલુ વર્ષે 3000 હજાર જેટલા પરીક્ષાર્થીઓ નિશુલ્ક ભોજનનો લાભ લેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો