અત્યારે દરેક સ્ત્રી જે સમસ્યાથી પીડાઈ રહી છે તે છે સ્વસ્થ વાળ ન હોવા અને વાળ ખરવા. જો તમે અહીં જણાવેલી ટિપ્સ અજમાવશો તો વાળની સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકશો. ખાસ કરીને આ ટિપ્સથી તમારા વાળ બમણી ઝડપથી લાંબા થશે અને સાથે જ બરછટ વાળની સમસ્યા દૂર થશે.
– અઠવાડિયામાં બે વાર નવશેકા તેલથી મસાજ કરવું જરૂરી છે. ઓઇલ મસાજથી બ્લડ સરક્યુલેશન ઉત્તમ રીતે થાય છે, સાથેસાથે ઉચિત પોષણ મળે છે.
– વાળના ગ્રોથ માટે કેસ્ટર (એરંડિયું) ઓઈલ લગાડવું. કેસ્ટર ઓઇલ હેર ટોનિકનું કામ કરે છે.
– કેરીની ગોટલી અને હરડેને એક સરખા પ્રમાણમાં લઈ દૂધમાં વાટી પેસ્ટ બનાવી વાળ ધોવા. વાળ વધારવા માટેનો આ રામબાણ ઇલાજ છે.
-વાળનો ગ્રોથ અટકાવવા માટે ખોડો નડતરરૂપ હોય છે. વાળને ખરતા અટકાવવા મધમાં તજનો ભૂક્કો તમારા રેગ્યુલર તેલ ભેળવી લગાવો.
– ઓઈલી હેરને કંડિશનિંગ કરવા એક ગ્લાસ પાણીમાં બે ચમચા બિયર ભેળવી વાળ પર લગાવો અને થોડી વાર બાદ ધોઈ દેવા. આમ રોજ આ પ્રોસેસ કરવાથી તમારા વાળ લાંબા થશે.
– લીલા ધાણાનો રસ અથવા ગાજરના રસને વાળની જડમાં લગાડવાથી રોગી વ્યક્તિના વાળ ખરવાનું બંધ થઈ જશે અને માથામાં નવા વાળ ઊગવા લાગશે. આ સ્થાન પર ડુંગળીનો રસ લગાડવાથી વાળ ફરીથી આવશે.
– અડધો કપ દારૂમાં ડુંગળીના ટૂકડા નાખીને એક દિવસ અગાઉ રાખી દો. પછી એક દિવસ પછી ડુંગળીનાં ટૂકડાઓને દારૂમાંથી બહાર કાઢવા અને માથા પર તેની માલિશ કરવી. જેથી ખરતા વાળ બંધ થઈ જશે અને માથા પર નવા વાળ ફરીથી ઊગવા શરૂ થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..