હૈદરાબાદમાં એક રિક્ષાવાળાએ બતાવેલી માનવતા જોઈને તમને સો સલામ કરવાનું મન થશે. તેણે 10 તોલા સોનું ભરેલી બેગ માલિકને પરત કરી હતી અને કહ્યું હતું કે માણસે હકનું જ ખાવું જોઈએ.
હૈદરાબાદમાં એક એવી માનવતાની મિસાલ સમી ઘટના બની હતી. જે સાંભળીને તમને વિશ્વાસ થઈ જાય કે હજુ દુનિયામાં માણસાઈ જીવે છે.
સૈયદ ઝાકિર એક ઓટો ડ્રાઈવર છે. જે હૈદરાબાદના લક્ષ્મીનગરથી જઈ રહ્યા હતા ત્યારે બપોરે 3: 30 વાગ્યા આસપાસના સમયે તેઓને એક બેગ મળ્યું હતું. આ બેગ રોડ પર 59 પિલર પાસે પડ્યું હતું.
બેગમાં 10 તોલા ગોલ્ડ મળ્યું
આ બેગમાં સોનું હતું. જે આશરે 10 તોલા જેટલું હતું. બેગમાં બિલ અને રસીદ વગેરે પણ હતા. સૈયદ ઝાકિરે બિલ રસીદ અને આઈડીમાંથી મલીકને ફોન કર્યો. ત્યાં સુધીમાં તો તેઓ પોલીસમાં કમ્પલેન પણ નોંધાવી ચૂક્યા હતા પણ તેણે પોતે જ ફોન કરીને તે બેગ પરત આપી દીધું હતું.
Hyderabad | An auto-driver hands over a customer's bag of 10 tolas gold who lost it while travelling
"A complaint was received after a couple lost their bag. Auto driver, Syed Zakir, informed that he'd found the bag & their contact inside," said K Srinivas, SHO, Langer House PS pic.twitter.com/xgIBo91Evc
— ANI (@ANI) February 9, 2022
કરી દીધી મોટી વાત
રિક્ષાવાળાને જ્યારે પૂછવામાં આવ્યું કે તું જો ધારત તો બેગ લઈને પણ ભાગી શક્ત પણ તે તેવું કેમ ન કર્યું. આ સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે માણસને ભગવાનનો દર પણ હોવો જોઈએ અને ઈમાનદારી હોવી જોઈએ અને હકનું જ ખાવું જોઈએ. તેણે કહ્યું હતું કે જો હું કદાચ સોનું લઈ લેત તો થોડા જ સમયમાં એ જતું પણ રહેત. હું ક્યાં સુધી એ રાખત? છેલ્લે અલ્લાહને પણ જવાબ આપવો જ પડે છે ને?
સૈયદ ઝાકિર અગાઉ ફર્નિચર પૉલિશનું કામ કરતાં હતા હવે તે ઓટો ચલાવે છે કારણ કે તેને અસ્થમા થઈ ગયો હતો અને તેને ચાર સંતાનો છે. અસ્થમા થવાના
પોલીસ શું કર્યું જુઓ
પોલીસે કહ્યું હતું કે સૈયદ ઝાકિરને જ્યારે મિરઝા સુલતાન બેગ અને તેમની પત્નીનું બેગ મળ્યું ત્યારે તેને ફોન કરીને પરત કરી દીધું હતું. મિરઝા સુલતાન બેગ અને તેમની પત્ની ગાડીમાં જઈ રહ્યા હતા અને પત્નીએ પતિને બેગ આપ્યું હતું. પણ જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે તેઓને સમજાયું હતું કે બેગ મિસિંગ છે. જેની તેમણે કમ્પલેન કરી હતી. પણ આખરે તેમણે પોતાનું સોનું મળી ગયું હતું. પોલીસે ઝાકિરની ઈમાનદારી માટે તેનું સન્માન કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..