સામાન્ય ઘટનામાંથી બોધ પાઠ લે અને બીજાની મદદ માટે હાથ લંબાવે તે સાચો માનવ કહેવાય છે. હાડગુડના એક વિકલાંગ રીક્ષાચાલકને એક વખત અકસ્માત નડયો હતો. ત્યારે જે વેદના વેઠવી પડી હતી. તેને ધ્યાને લઇ વિકલાંગે ગરીબ દર્દીઓની સેવા માટે અનોખો સેવા યજ્ઞનો પ્રારંભ કર્યો છે. હાડગુડના આ વિકલાંગ રીક્ષાચાલક 24કલાક ગરીબ દર્દીઓ અને જરૂરીયાત મદદની સેવા માટે રીક્ષા અર્પણ કરી છે. તે પોતે સવારથી દર્દીઓને જે દવાખાનામાં જવું હોય ત્યાં લઇ જાય છે અને પાછા લાવે છે. તેઓની પાસે કોઇ નાંણા વસુલતો નથી. તેથી હાડગુડ પંથકમાં તે 108 તરીકે જાણીતો બન્યો છે.
આણંદ તાલુકાના હાડગુડ ગામે રહેતા ફિરોઝશા દિવાન નામના યુવક વિકલાંગ છે. તેઓ રીક્ષા ચલવીને ગુજરાન ચલાવે છે. એક દિવસ ફિરોઝભાઇને અકસ્માત થયો હતો. ત્યારે તેની પાસે સાધન ન હોવાથી દવાખાનામાં જવાઆવવા માટે અનેક વિટામણાનો સામનો કરવો પડયો હતો. માત્ર દવાખાનામાં જવા માટે મોં માગ્યા નાંણા ચુકવા પડયા હતા. ત્યારથી ફિરોઝભાઇ મનોમન નકકી કરી લીધુ હતું. કે સાજા થયા બાદ ગરીબ અને જરૂરીયાત મંદ દર્દીઓને દવાખાને લાવાલઇ જવા માટે બાકીનું જીવન સર્મપિત કરીશ. ત્યારબાદ ફિરોજ ભાઇ રીક્ષા લાવ્યા હતા. ગામની રીક્ષાની પાછળ બોર્ડ મારી દીધુ હતું કે દર્દીઓ દવાખાને લઇ જવા માટે મફત સેવા મળશે. છેલ્લા ચાર માસમાં અત્યાર સુધીમાં 110 લોકોને દવાખાને પહોંચાડયા છે. તેઓને ઘરે પરત લાવવામાં આવે છે.
હપ્તે લીધેલી રિક્ષાને સેવા માટે મૂકી
વિકલાંગ ફિરોજભાઇ જણાવ્યું કે, મને અકસ્માત થયો ત્યારે દવાખાને જવા માટે જે વેદના વેઠી છે. તે અન્ય કોઇ ગરીબને વેઠવી ન પડે તે માટે હપ્તે રિક્ષા લાવ્યો છું. દર્દીઓને લાવા લઇ જવા માટે 24 કલાક સેવા આપું છું. કોઇ પણ ભેદભાવ વગર દર્દીઓ હોય તેમને દવાખાને મારી રીક્ષા લઇ જવ છું અને ઘરે પણ મુકીને આવું છે. તો વળી કયારેક ગરીબ દર્દી પાસે દવાના પૈસાના હોય તો તેની પણ વ્યવસ્થા મારી થાય તેટલી કરૂ છું. કોઇ પાસે નાંણા લેતો નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..