ભાવનગરના પટેલ પરિવારનું પ્રેરણા દાયક પગલું, વડીલનું બ્રેઈન ડેડ થતા અંગદાનથી ત્રણ દર્દીઓને આપશે નવજીવન

કણબીવાડના લેઉવા પટેલ પરીવાર નુ પ્રેરણા દાયક ઉદાહરણ

ભાવનગરમાં વાહન અકસ્માતે ઘાયલ થતાં એક વૃદ્ધ સારવાર દરમ્યાન બ્રેઇન ડેડ થઇ જતાં તેમના પરિવારે અંગદાન કર્યું છે. આ અંગદાનથી ત્રણ વ્યક્તિઓને નવજીવન આપશે. ભાવનગર રહીશ ગુણવંતભાઈ બાબુભાઈ પટેલ (ઉં.વ. 69)ને તા-27/2 ના સવારે 8 વાગ્યે રૂપાણી સર્કલ પાસે વાહન પર જતાં હતાં ત્યારે ડિવાઈડર સાથે સ્કુટર અથડાતા માથામાં ગંભીર પ્રકારની ઈજા થતા સારવાર માટે સર ટી.હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

ત્યારબાદ તેઓનું મગજનું સી.ટી.સ્કેન કરાવતા મગજમાં બ્લડ પ્રેશર વધવાથી ગંભીર પ્રકારનું હેમરેજ હતું અને તેઓની ઘનિષ્ઠ સારવાર બાદ તેમની તબિયતમાં સુધારો થયો ન હતો. ત્યારબાદ તેઓને ડૉ. રાજેન્દ્ર કાબરીયા(ન્યુરો સર્જન)અને સર્જરી વિભાગના વડા ડૉ. સમીર શાહ દ્વારા તેઓને તપાસીને બ્રેઇન ડેડ જાહેર કરેલા અને દર્દીના સગાવ્હાલાને અવયવોનું દાન વિશેનું મહત્વ સમજાવતા દર્દીના પૂત્ર અને દર્દીના પત્નિએ આ સામાજિક ઉમદા કાર્ય માટે અંગદાનની સંમતિ આપી હતી, ત્યારબાદ આજે રાત્રે અમદાવાદથી કિડની હોસ્પિટલમાંથી ડૉ.સુરેશની ટીમ દ્વારા સર ટી. હોસ્પિટલમાં બન્ને કિડની અને લિવર નું દાન લીધેલ હતું. આ રીતે આ દર્દી ત્રણ વ્યક્તિને નવું જીવન આપશે. આ ભાવનગરનું અઠ્ઠાવનમું અંગદાન છે.

કણબીવાડના પટેલ ગુણવંતભાઈ બાબુભાઈ નું તા 27/02/2019 ના રોજ એકશીડન્ટ થયેલ તેમ ને બ્રેઈન હેમરેજ થયેલ અને ડોકટરે તેમનુ બ્રેઈન ડેડ જાહેર કરતા તેમના પરીવારે એક સરાહનીય ડીસીસન લય ને અંગદાન કરવા ની તજવીજ ધરી ને *તેમની બન્ને કિડની અને લીવર નુ દાન કરેલ છે આ ભાવનગર નુ અઠ્ઠાવન મુ અંગદાન છે અને કણબીવાડનું પહેલુ અંગદાન

અંગદાન મહાદાન ની પ્રવૃત્તિ વિશે થોડું જાણીએ

– બ્રેન ડેડ વ્યક્તિના અંગનું દાન કરીને અનેક લોકોના જીવન બચાવી શકાય છે

– આપણી આજુબાજુ જ્યારે આવા એક્સિડન્ટ કે અન્ય બનાવો બને છે જેમાં તે વ્યક્તિ અનકોન્સિયસ કે કોમામાં આવી જતી હોય છે. આવા સંજોગોમાં જે તે વિષયના નિષ્ણાત ડોક્ટર્સ દ્વારા આવી વ્યક્તિને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવે છે ત્યારે તે વ્યક્તિના અનેક મહામુલા ઉપયોગી અંગનું દાન કરીને અનેક જીવન બચાવી શકાય છે –

આવા સુચારુ નિર્ણય લેનારા કણબીવાડના આ પટેલ પરિવારને
સત્ સત્ વંદન છે…🙏🏻🙏🏻🙏🏻

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો