ઓસ્ટ્રેલિયામાં બદામ વીણતા માણસા પંથકના યુવાનોનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે. આ વિડિયોમાં ડોલર કમાવવાની લાલચમાં લાખો રૂપિયા ખર્ચીને ઓસ્ટ્રેલિયા જતા લોકોને એક પ્રકારની ચેતવણી સાથે સંદેશ આપવામાં આવ્યો છે. વિડિયોમાં ઝાડુ લઇને બદામ વીણતો એક શખસ અને તેની સાથેનો અન્ય એક શખસ પોતાની આપવીતી સંભળાવતા જણાવે છે કે, ઘરે સંડાસ સાફ કરજો, પરંતુ રૂપિયા ખર્ચીને અહી ન આવતા. ભુરિયા મજુરી કરાવી કરાવી તોડાવી નાખે છે.
સોશિયલ મીડિયા પર ફરતો આ વિડીયોમાં જે વ્યક્તિઓ જોવા મળી રહી છે તે માણસા અને મહેસાણા પંથકની છે. વિડીયોના પ્રારંભે કેટલાક શખસો જમીન પર પડેલી બદામ વીણતા જોવા મળી રહ્યા છે. વિડીયો ઉતારનાર વ્યક્તિની ભાષા પણ મહેસાણી છે. પ્રથમ દ્રષ્ટિએ સ્થળ બદામની વાડી હોય તેમ જણાઇ રહ્યુ છે. આ શખસ અહી જે લોકો કામ કરે છે તેમનો વિડિયો ઉતારી રહ્યો છે. સાથેસાથે અહી કેવી મજુરી કરવી પડે છે તેની પણ સાક્ષી પુરે છે. બદામ વીણતા વ્યક્તિઓ એકપછી એક ગામના નામ બોલે છે. જેમાં પુધરા, આજોલ, વસઇ-ડાભલા, પુરણપુરા, લોદરા જેવા ગામોનો ઉલ્લેખ થાય છે. ત્યારબાદ એક વ્યક્તિ હાથમાં ઝાડુ લઇને જમીન પર પડેલી બદામ એકઠી કરી રહ્યો હોવાનું જણાય છે.
આ વ્યક્તિ પોતે પુંધરાના હોવાનું જણાવે છે અને તે અહી ડોલર કમાવવા માટે આવતા વ્યક્તિને સંદેશ આપી રહ્યો છેકે, અહી મહેનત મજુરી છે. પાત્રીસ પાત્રીસ લાખ ખર્ચીને આવતા નહી. આઠ નવ કલાકની મહેનત મજુરી છે. પરંતુ અહી ભુરિયાઓ મહેનત કરીને તોડાવી નાખે છે. વિડીયોમાં નહી દેખાતી એક વ્યક્તિ ઘરે સંડાસ સાફ કરાય પરંતુ 35 લાખ ખર્ચીને અહી ના અવાય તેવી સલાહ આપી રહ્યો છે. અહી ઘર કરતા વધુ મહેનત હોવાનું અને પાંચ દસ લાખમાં અવાય તો જ આવવા જણાવાઇ રહ્યુ છે. અહી આવ્યા બાદ નકરી મહેનત કરવી પડશે તેવુ પણ વિડીયોમાં જણાવવામાં આવી રહ્યુ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વિડીયો પૈસા ખર્ચીને ઓસ્ટ્રેલિયા જતા વ્યક્તિઓની હકીકત દર્શાવે છે કે, પછી માત્ર મનોરંજન માટે જ વાયરલ કરવામાં આવ્યો છે તે સ્પષ્ટ થયુ નથી. પરંતુ સોશિયલ મીડિયા પર અને ખાસ કરીને માણસા મહેસાણા પંથકમાં આ વાયરલ થયેલો વિડીયો ધુમ મચાવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..