હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હોટલો હાઉસફુલ: 90 ટકા ગુજરાતીઓનાં બૂકિંગ! ભાવ જાણી ચકરાવે ચડશો

રજાઓ માણવા માટે મનપસંદ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં દિવાળીના તહેવારોમાં એડવાન્સ બૂકિંગ થતાં હોટલની બહાર હાઉસફુલના બોર્ડ લાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસું હોય કે દિવાળીઓની રજા.. માઉન્ટ આબુ ગુજરાતીઓની પહેલી પસંદ બની જાય છે. કોરોના સંક્રમણ કાબૂમાં આવી જતાં હવે માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો સતત ધસારો જોવા મળી રહ્યો છે. લોકોએ દિવાળી પહેલાથી રૂમ બુકિંગ કરી દીધા હોવાથી મોટાભાગની હોટલોમાં હાઉસફૂલના બોર્ડ લાગી ગયા છે, જેથી હોટલ સંચાલકો લાભ પાંચમ પછીનું પણ બૂકિંગ લઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

દિવાળીના તહેવારોમાં આબુ જતાં પહેલા ઈન્કવાયરી કરી લેજો
મીડિયા રિપોર્ટ મુજબ માઉન્ટ આબુના બૂકિંગમાં મોટાભાગના ગુજરાતીઓ છે. એટલે જો તમે પણ આબુ જવાનું વિચારી રહ્યા છો તો પહેલા હોટલમાં ઈન્કવાયરી કરીને તપાસ કરી લેજો નહીંતર ત્યાં જઈને ધક્કો પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે માર્ચથી કોરોના મહામારીને કારણે લોકો ક્યાં ફરી શક્યા નહોતા, પરંતુ આ વર્ષે કોરોનાનું સંક્રમણ ઘટતા મોટાભાગના ગુજરાતીઓએ એડવાન્સમાં બૂકિંગ કરાવી દીધા છે. મીડિયા રિપોર્ટ મુજબ આબુમાં આબુમાં લાભપાંચમ સુધી 200થી વધુ હોટલના બૂકિંગ હાઉસફુલ થયા છે. મુસાફરોનો ધસારો જોઈને હોટલ સંચાલકોએ પણ રૂમના ભાડા વધારી દીધા હોવાનું જાણવા મળ્યું છે. આમ ગેસ્ટહાઉસથી લઇ હાઇકલાસ હોટેલ સુધીના રૂ.2000 થી 15000 ભાડું આપી લોકોએ બુક કરાવી રહ્યા છે. દિવાળીની વાત કરીએ તો માઉન્ટના હિલવાળા રસ્તા પર વાહનોની હારમાળા સર્જાઇ જશે. આથી આ દિવસો દરમ્યાન જાણકારો એક મહિલા પહેલાંથી જ હોટેલનું બુકિંગ કરાવી દે છે. જે રૂમના સામાન્ય દિવસોમાં રૂપિયા 2000 થી 3000 ચાર્જીસ હોય છે તેના ભાઇબીજથી પાંચ સુધીમાં 5000 કરતાં પણ વધુ લેવાય છે. જ્યારે વી.આઇ.પી. સવલતવાળા રિસોર્ટ અને હોટેલના ભાવ સામાન્ય દિવસોમાં રૂ.5000 થી 10,000 વચ્ચે હોય તેના રૂ.15,000 બોલાય છે.

ગુજરાતભરમાંથી એક જ દિવસમાં 50,000થી વધુ સહેલાણીઓ ઊમટી પડ્યા છે. વેકેશનમાં આ આંકડો એક લાખ પાર થવાની શકયતા નકારી શકાય નહીં.

દીવમાં પણ હોટલો હાઉસફુલ, હોટલ સંચાલકોમાં ખુશી
મીડિયા રિપોર્ટ મુજબ ગુજરાતના ટૂરિસ્ટ પેલેસ દીવ જ્યાં 90 ટકા હોટલો એડવાન્સ બુકિંગના કારણે અત્યારથી જ હાઉસફૂલ થઈ ગઈ છે. કોરોના સંક્રમણના કારણે છેલ્લા ઘણા સમયથી પ્રવાસન સ્થળ પરના વેપાર ધંધા ભાંગી પડ્યા હતા પરંતુ હવે કોરોના સંક્રમણમાં ઘટાડો થતા લોકો પ્રવાસન સ્થળ તરફ વળ્યા છે. દીવમાં અત્યારથી જ 90 ટકા હોટલમાં એડવાંસ બુકિંગ થતા સંચાલકોમાં ખુશીનો માહોલ છે.

બસની સુવિધા વધારાઈ
પ્રાપ્ત અહેવાલ અનુસાર અંબાજી એસટી બસ ડેપો ખાતે 39 જેટલી વિશેષ એસટી બસોનું સંચાલન કરવા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. અંબાજીથી માઉન્ટ આબુ માટેની વધુ 16 ટ્રીપનું સંચાલન કરશે, જે અંબાજીથી સવારે 5 વાગ્યાથી લઈ માઉન્ટ આબુ જવા માટે છેલ્લી બસ રાત્રીના 8 વાગ્યા સુધી મળી રહેશે. આ ઉપરાંત માઉન્ટ આબુથી ગુજરાત આવવા માટે સવારે 6 વાગ્યાથી રાત્રિના 9.30 વાગ્યા સુધી જ્યારે અમદાવાદ માટે વધારાની 8 એસટી બસનું સંચાલન કરાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો