ગાંધીનગર સ્થિત પંડિત દિનદયાલ એનર્જી યુનિવર્સિટી (પીડીઇયુ)ના એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ સોલાર ટ્રી બનાવ્યું છે. આ ટ્રીના માધ્મયથી સોલાર વીજળી ઉત્પન્ન થઇ રહી છે. આ એવું ઝાડ છે જેને ફોલ્ડ કરીને કોઇપણ જગ્યાઓ મૂકી શકાય છે અને તેને કોઇ પણ જગ્યાએ ઊભું પણ કરી શકાય છે. શનિની કંપનીની વેલ્યુ અત્યારે 80 કરોડ રૂપિયાની થઇ છે.
શનિ પંડ્યા નામના પૂર્વ વિદ્યાર્થીએ શહેરોમાં ઓછી જમીનમાં સોલાર પ્રોજેક્ટ કેવી રીતે થઇ શકે તેમ છે તેની ડિઝાઇન પ્રસ્તુત કરી છે જે આગામી દિવસોમાં લોકોને કામ લાગશે. જેમની પાસે જમીન નથી અને સોલાર પાવર જોઇએ છે તેવા લોકો અને સંસ્થાઓ માટે આ ડિઝાઇન કિફાયતી હોવાનું તે કહે છે.
શનિ પંડ્યાએ સોલર ટ્રીની ડિઝાઇન વિકસાવી છે અને તેનું પ્રોડકશન પણ કરે છે. જેમાં વીજળી ઉત્પન્ન કરવા માટે ટ્રી એટલે કે વૃક્ષ જેવી ડિઝાઇનની સોલર પેનલ્સ લગાવવામાં આવે છે. ગાંધીનગર સ્થિત કંપની સોલર ટ્રી, સોલર પાવર્ડ ઈવી ચાર્જિંગ, સોલર ટ્રી ઓન રૂફટોપ, આઉટડોર એડવર્ટાઈઝીંગ અને સોલર ઈપીસી બનાવે છે. તેના આ સાહસને ગાંધીનગર સ્થિત સસ્ટેનેબલ ટેક્નોલોજી ઇનોવેશન કંપનીનો સપોર્ટ મળે છે.
તે કહે છે કે તેણે સોલર પ્રોડક્ટની શોધ કરી છે જેને વૃક્ષની જેમ રોપી શકીએ છીએ. તેનાથી ગ્રાઉન્ડ સ્પેસ 98 ટકા ઘટી જાય છે. તેને રસ્તાની વચ્ચે કે બાજુમાં પટ્ટીઓ પર,બગીચા સહિત અનેક જગ્યાએ લગાવી શકાય છે. આ પૂર્વ વિદ્યાર્થીનો એક પ્રોજેક્ટ ખેડા જિલ્લાના શત્રુડા ગામમાં છે.
ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (જીઆઇડીસી)એ પણ સાણંદમાં બે સોલર પાવર ટ્રી લગાવ્યા છે. શનિ પંડ્યા કહે છે કે,અમે અમારા ગ્રાહકોની જરુરિયાત મુજબ સોલર ટ્રી કસ્ટમાઇઝ કરીએ છીએ. અમે પાવર ટ્રીમાં 300થી વધુ સ્ટ્રીટલાઇટ ઇન્સ્ટોલ કરી છે જે સંપૂર્ણપણે સૌર ઉર્જાથી ચાલે છે. સોલર ટ્રીનાં કારણે તેમની પાસે સૌર-સંચાલિત સ્ટ્રીટ લાઇટ છે અને 1600 ચોરસ ફૂટ કરતાં વધુ જગ્યાની બચત થઇ છે.
હાલમાં ચર્ચામાં આવેલા સોની ટીવીના શો શાર્ક ટેંકમાં પણ તેમને ભાગ લેવાનું આમંત્રણ મળ્યું હતું. આમ, જ્યારે દુનિયામાં સોલાર પાવરની બોલબાલા છે ત્યારે ગુજરાતના દીકરાએ કરેલી શોધને દુનિયામાં પ્રસિદ્રિ મળી રહી છે. હાલ તેમની કંપનીની વેલ્યુએશન રૂ. 80 કરોડ જેટલી થઇ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..