અમેરિકામાં કોરોના વાઇરસનાના કેસ સતત વધી રહ્યા છે. ગઈકાલે આવેલા રિપોર્ટ પ્રમાણે એક જ દિવસમાં 25,000 કેસો સામે આવ્યા છે, જેથી અમેરિકામાં કોરોના વાઇરસથી સંક્રમિત કુલ કેસ 8.70 લાખથી વધુ થઈ ગયા છે. આ ઉપરાંત અમેરિકામાં કોરોનાના વાઇરસથી 50,000થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. આ સાથે વિશ્વભરમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 26 લાખને પાર થઈ ચૂકી છે. સમગ્ર વિશ્વને હચમચાવી મુકનાર આ રોગચાળાને કારણે એકલા અમેરિકામાં આગામી મહિનાઓમાં બેરોજગારી આંક 30 ટકાને આંબી જશે તેવી ગણતરીઓ મંડાઈ રહી છે. આવા કપરા સમયે અમેરિકા સ્થિત ગુજરાતીઓ તનમન, ધન લૂંટાવી સેવાની સરવાણી વહાવી રહ્યા છે. ગુજરાતી સંસ્કરોનું ગૌરવ વધારી રહ્યા છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
બેરોજગારોનો આંક વધી ગયો
એક અંદાજ પ્રમાણે અમેરિકામાં 60%થી વધુ લોકો ચાલુ પગાર પર નભે છે. એટલે હાલ રેસ્ટોરન્ટ તથા અન્ય ધંધાઓ બંધ થતાં લોકો બેરોજગાર બનતાં બેરોજગારીનો આંક ખૂબ વધી ગયો છે. જેથી લોકોનું જીવન ગુજરાન મુશ્કેલીઓથી ભરાઈ ગયું છે. આવા વિકટ સમયે નોર્થ અમેરિકા સ્થિત ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી સપ્તાહના ત્રણ દિવસ 2,500થી 3,000 ફૂડ પાર્સલ જરૂરિયાત મંદ વ્યક્તિ કે સમૂહ સુધી પહોંચાડે છે. પ્રત્યેક સપ્તાહે 12,000 જેટલા ફૂડ પાર્સલ અમેરીકી પ્રસાશનના માધ્યમથી પહોંચે છે. ચાલુ સપ્તાહ સહિત અત્યાર સુધી 40,000થી વધુ ફૂડ પાર્સલ આ સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ અમેરિકન પ્રજાને પહોંચાડવામાં આવે છે.
અમેરિકન પ્રશાસનને ફૂડ પેકેટ્સ મોકલાય છે
આ અંગે ઇન્ડો અમેરિકા સોસાયટીના સેક્રેટરી યજ્ઞેશ પટેલે(યોગીભાઈ) જણાવ્યું હતું કે એક માનવતાના આ મહાન કાર્યમાં અમેરિકા સ્થિત ગુજરાતીઓએ પોતાના સંસ્કારોની મહેક પ્રસરાવી છે. જરૂરિયાતમંદ જનસમૂહ માટે છૂટા હાથે દાનની સરવાણી વહેડાવી છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં યંગ વોલન્ટીયર્સ પણ આ કામમાં સામેલ થયા છે. જોકે અમેરિકામાં કોરોનાના વ્યાપક સંક્રમણ અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોને લઈ કોઈ પણ વ્યક્તિ કે સમૂહને હાથો હાથ ફૂડપાર્સલ આપવાની મનાઈ છે. અમે અમેરિકન પ્રસાશનને આ ફૂડ પાર્સલ તૈયાર કરી પહોંચાડીએ છીએ અને ત્યાંથી અમેરિકન પ્રસાશન યોગ્ય વ્યક્તિ સુધી આ મદદ પહોંચાડે છે.
જરૂર પડશે ત્યાં સુધી સેવા કરવાની ઇચ્છા
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ પરિમલ શાહે જણાવ્યું હતું કે હજુ આગળ પણ અને કોરોના વોરિયર્સ બની અમેરિકન સરકાર અને અમેરિકન પ્રજાની પીડાના સહભાગીદાર રહીશું જ્યાં સુધી સેવાની જરૂર પડશે ત્યાં સુધી અને ગુજરાતીઓ અને અમારી સંસ્થા વતી જનસેવાનું ધર્મકાર્ય કરતા રહીશું. અત્રે ઉલ્લેખનીય છે કેઇન્ડો અમેરિકન કલચરલ સોસાયટીના સેક્રેટરી યજ્ઞેશ પટેલ (યોગીભાઈ) મૂળ ખેડા જિલ્લાના વસો તાલુકાના ખાંધલી ગામના વતની છે. જેઓ એમેરિકામાં હોટેલ અને મોટેલની વિશાળ શૃંખલા ધરાવતા લેબોન હોસ્પિટલિટી ગુપના પ્રમુખ પણ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..