કોરોના વાયરસે દુનિયા આખીમાં કાળો કહેર વર્તાવ્યો છે. ચીનથી ફેલાયેલા આ ખતરનાક વાયરસથી દુનિયાની મહાશક્તિ અમેરિકા પણ બચી શક્યુ નથી. અમેરિકામાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. આવા આકરા સમયમાં ભારતીય સંસ્કૃતિ ‘અતિથી દેવો ભવ’ના દર્શન હજારો કિલોમીટર દૂર આવેલી વિદેશની ધરતી પણ થયા છે.
કોરોના વાયરસના કારણે અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સોમવારથી જ લોકોની મુવમેન્ટ પર નાકાબંધી શરૂ કરી દેવામાં આવી છે. શાળાઓ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને મ્યૂઝિયમ બંધ કરી દેવામાં આવ્યા છે. આ પરિસ્થિતિમાં અહીં રહેતા ભારતીયોને કોઇ મુશ્કેલી ન પડે તેના માટે ગુજરાતી સંગઠનો આગળ આવ્યા છે.
જ્યોર્જિયાના ઇન્ડિયન અમેરિક એસોસિએશનની આગેવાની હેઠળ ગુજરાતી સમાજ, ગોકુલધામ હવેલી, શક્તિ મંદિર તેમજ મેકોન સ્થિત ઉમિયામાતા મંદિર દ્વારા વિદ્યાર્થીઓ માટે ભોજનથી લઇને અલગ અલગ સેવાઓ પૂરી પાડવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
સંગઠનના અધ્યક્ષ વાસુદેવ પટેલે જણાવ્યું હતું કે, અમે જ્યોર્જિયા અને અલાબામામાં અલગ અલગ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓની મદદ માટે કાર્ય કરી રહ્યા છીએ. કોરોના વાયરસના લીધે તેમને ભોજન, રહેણાકથી લઇને ઇમિગ્રેશન સહિતની બાબતોમાં કોઇ સમસ્યા ન થાય તેના માટે અમે હેલ્પલાઇન સેન્ટર બનાવ્યું છે. તેમનો સંપર્ક પણ કરી રહ્યા છીએ.
વિદ્યાર્થીઓ માટે સંગઠનના સભ્યો તેમના ઘરથી લઇને મોટલમાં પણ વ્યવસ્થા પૂરી પાડવા માટે તૈયાર છે. વિઝા અને ટ્રાવેલને લગતી સમસ્યાઓ માટે લગાતાર કોન્સ્યૂલેટના અધિકારીઓ પાસેથી બ્રિફીંગ લઇને માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. સંપર્ક માટે contactfiaga@gmail.com ઇમેલ એડ્રેસ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સંગઠનોને સીધો સંપર્ક પણ કરી શકાય છે. આમ હજારો કિલોમીટર દૂર મહામારી વચ્ચે પણ અજાણ્યા ભારતીયોઓની વ્હારે ગુજરાતીઓ ચડ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..