ગુજરાતના કલાકારોને લાગ્યો રાજકીય રંગ: કિંજલ દવે, કિર્તીદાન ગઢવી બાદ મમતા સોની અને ‘વિટામિન-શી’એક્ટ્રેસે કર્યાં કેસરિયા, પાટીલે પહેરાવ્યો ખેસ

ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેના પગલે ભાજપ મતદારો પર પોતાની પકડ મજબૂત કરવા માટે શક્ય તમામ પગલા લઈ રહી છે. આ રણનીતિના ભાગરૂપે કાલે ગાંધીનગરના કોબા સ્થિત કમલમમાં ગુજરાતી કલાજગતના કેટલાક કલાકારોએ કેસરિયો ધારણ કર્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપ જાણીતા ચહેરાઓને પાર્ટીમાં સામેલ કરી રહ્યું છે. જેના ભાગરૂપે કાલે કમલમ ખાતે ગુજરાતી કલા જગતના 8 જેટલા કલાકારો ભાજપમાં ભળ્યા હતા.

જાણીતી ગુજરાતી અભિનેત્રી મમતા સોની, તેમજ ગુજરાતી ફિલ્મ વિટામીન-સીની એક્ટ્રેસ ભક્તિ કુંબાવત સહિતના કલાકારોએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને ગોરધન ઝડફિયાની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા.

ક્યા-ક્યા કલાકારોએ કર્યો કેસરિયો?
મમતા સોની, ભક્તિ કુબાવત, કામિની પટેલ, હેમાંગ દવે, હેતલભાઈ ઠક્કર, પ્રશાંત બારોટ, સની કુમાર, જ્યોતિ શર્મા અને ફાલ્ગુની રાવલ ભાજપમાં જોડાયા છે.

જણાવી દઈએ કે, 2019માં પણ ભાજપે સદસ્યતા અભિયાન અંતર્ગત ગુજરાતના જાણીતા કલાકારોને પાર્ટીના સભ્ય બનાવ્યા હતા. જેમાં ભજન ગાયક હેમંત ચૌહાણ, લોક ગાયિકા સંગીતા લાબડિયા, વૉઈસ ઑફ રફી બંકિમ પાઠક અને કિંજલ દવે સહિતના કલાકારોને તત્કાલીન પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આવકાર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ભાજપે અગાઉ પણ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી સમયે મતદાન પૂર્વે મોટી સંખ્યામાં બંગાળી કલાકારોને પાર્ટીમાં સામેલ કરીને મોટો જુગાર ખેલ્યો હતો. જો કે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ગુજરાતમાં મોટી સંખ્યામાં કલાકારોનું ભાજપમાં સામેલ થવું ચૂંટણીની દ્રષ્ટિએ ભાજપ માટે ફાયદાકારક રહેશે કે કેમ? તે જોવું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો