રાજકોટ શહેર અને જિલ્લા ઉપર છેલ્લા (Rajkot Rains) 24 કલાકમાં મેઘકૃપા ઉતરી છે. તો કેટલીક જગ્યાએ મેઘકૃપા આફત સમાન પણ બની હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં અનેક જગ્યાએ પોલીસ (Gujarat Police Rescue Video) દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોય તે પ્રકારના બનાવો પણ સામે આવ્યા છે. પોલીસ દ્વારા લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું હોય તે પ્રકારના ફોટો તેમજ વિડીયો (Police Rescue video viral) હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ પણ થઈ રહ્યા છે. ત્યારે કપરી પરિસ્થિતિમાં જે પ્રમાણે રાજકોટ શહેર પોલીસ તેમજ રાજકોટ ગ્રામ્ય પોલીસ (Rajkot city Rural Police Rescue Video) દ્વારા જે પ્રમાણે જરૂરિયાતમંદો ની વહારે આવી તેમની મદદ કરવામાં આવી છે તે દ્રશ્યો જોઇ સૌ કોઇ કહી રહ્યા છે કે સલામ છે ગુજરાત પોલીસને. તો બીજી તરફ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને રાજકોટ જિલ્લાના પોલીસ વડા બલરામ મીણા પણ પોતે રેસ્ક્યુ સહિતની કામગીરી સમયે હાજર રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદ લોધીકા તાલુકામાં હોવાનું સામે આવ્યું છે. લોધીકા તાલુકામાં 20.7 ઇંચ જેટલો વરસાદ રાત્રીના આઠ વાગ્યા સુધી ખાબક્યો હોવાનું સામે આવ્યું છે. લોધીકા તાલુકામાં વહેલી સવારના છ વાગ્યાથી અવિરત વરસાદ વરસી રહ્યો હતો. જેના કારણે રાત્રીના આઠ વાગ્યા સુધીમાં એટલે કે માત્ર 14 કલાકમાં 20.7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે લોધીકા તાલુકામાં અનેક ગામોમા પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે લોધીકા પીએસઆઇ કે.કે.જાડેજા દ્વારા ખાખી ની અંદર રહેલી માનવતા મહેકાવવામાં આવી હતી.
પી. એસ. આઇ કે.કે જાડેજા દ્વારા વયોવૃદ્ધ એક મહિલાને પોતાના બને હાથ વડે ઊંચકીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પીએસઆઇ જ્યારે આ પ્રકારની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે તેઓ પોતે કમ્મર સુધીના પાણી માં ડૂબેલા હોવાનું પણ સામે આવ્યું છે.
ભારે વરસાદમાં પોલીસની મદદ
લોધિકામાં વૃદ્ધાને બચાવાયા
PSI કે.કે.જાડેજાની ફરજનિષ્ઠા pic.twitter.com/kDr7EANQKO— News18Gujarati (@News18Guj) September 13, 2021
ખાખીમાં રહેલી માનવતા દર્શાવતો બીજો કિસ્સો રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં બન્યો હોવાનું સામે આવ્યું છે. પડધરી તાલુકા માં અનેક લોકોનું સ્થળાંતર સલામત જગ્યાએ કરવામાં આવ્યું છે. ત્યારે પડધરી તાલુકાના પીએસઆઇ આર. જે. ગોહિલનો પણ એક વીડિયો વાયરલ થયો છે. જે વીડિયોમાં આરજે ગોહિલ પણ એક વૃદ્ધાને પોતાના બંને હાથ વડે ઊંચકીને કમર સમા પાણીની વચ્ચે થી પસાર થઇ સલામત સ્થળે ખસેડતા હોય તે પ્રકારનો વીડિયો સામે આવ્યો છે.
પડધરી તાલુકાના પીએસઆઇ આર. જે. ગોહિલનો પણ એક વીડિયો વાયરલ થયો છે. જે વીડિયોમાં આરજે ગોહિલ પણ એક વૃદ્ધાને પોતાના બંને હાથ વડે ઊંચકીને કમર સમા પાણીની વચ્ચે થી પસાર થઇ સલામત સ્થળે ખસેડતા હોય તે પ્રકારનો વીડિયો સામે આવ્યો છે.
પોલીસ પ્રજાનો મિત્ર છે આ સૂત્ર સાર્થક કર્યું છે રાજકોટ શહેર પોલીસે. રાજકોટ શહેર પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સોમવારના રોજ સવારના 10 વાગ્યા બાદ લગાતાર વાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું હતું. ત્યારે રાજકોટ શહેર એ ડીવિઝન પોલીસ તેમજ કોંગ્રેસના આગેવાન રણજીત મુંધવા અને ફાયરબ્રિગેડના જવાનો દ્વારા એક વૃદ્ધને ખભે ઊંચકીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ શહેર એ ડીવિઝન પોલીસ તેમજ કોંગ્રેસના આગેવાન રણજીત મુંધવા અને ફાયરબ્રિગેડના જવાનો દ્વારા એક વૃદ્ધને ખભે ઊંચકીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ સી.જી જોશીએ વાતચીતમાં જણાવ્યું હતું કે, પોલીસ કંટ્રોલરૂમ તરફથી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ થવા પામી હતી કે હાથીખાના શેરી નંબર 11 માં કેટલાક લોકો વરસાદી પાણીના કારણે ફસાઈ ગયા છે. ત્યારે તાત્કાલિક અસરથી એ ડિવિઝન પોલીસ દ્વારા શેરી નંબર 11 માં ફસાયેલા તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..