ભાજપના મંત્રીનું સેક્સ સ્કેન્ડલ ભાજપ માટે માથાનાં દુખાવા સમાન બની ગયું છે. કોઈ પણ ચમરબંધીને નહિ છોડવાની નેમ ધરાવતી ગુજરાત સરકાર પોતાના મંત્રીની સામે પગલાં ના ભરી શકતાં ઘુંટણિયે પડી ગઈ હોય તેમ લાગે છે.
અંદરખાને મંત્રીનું આ સેક્સ સ્કેન્ડલ પાર્ટી માટે માથાનાં દુખાવા સમાન
અમદાવાદની એક મહિલા દ્વારા આક્ષેપ કરાયો છે કે રાજ્ય સરકારના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા તેણી સાથે ગાંધીનગર સ્થિત એમએલએ ક્વાર્ટરમાં અવારનવાર શારિરીક શોષણ કરાયું છે. તેણીની ફરિયાદ અંગે કોઈ જ નિવારણ ના આવતાં અંતે આ મહિલાએ આત્મ હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાના પડઘાં વિધાનસભા ગૃહમાં પડ્યા છે ત્યારે હવે સરકાર ભીંસમાં મૂકાઈ છે. ભાજપ દ્વારા પણ આ મામલે મજબૂરી હોય તેમ કોઈ જ કાર્યવાહી નથી કરાઈ ત્યારે અંદરખાને મંત્રીનું આ સેક્સ સ્કેન્ડલ પાર્ટી માટે માથાનાં દુખાવા સમાન બની ગયું છે. જો કે પ્રવક્તા મંત્રી બચાવ કરે છે.
મહિલા સાચી હશે તો તેને ન્યાય જરૂર મળશે – મહિલા અને બાળ કલ્યાણ મંત્રી
બીજી તરફ બેટી બચાવો, બેટી પઢાઓ સુત્ર સાથે આગળ વધતી સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે. મહિલાઓના મોટા મોટા સંમેલનો કરી નારી શક્તિ જીંદાબાદના નારા લગાવે છે. જો કે મહિલાઓને સશક્ત કરવાની વાતો કરતાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી મનીષા વકીલને આ અંગે સવાલ પુછાયો ત્યારે તેઓ કહે છે કે તપાસને આધિન તમામ કાર્યવાહી કરાશે. જો મહિલા સાચી હશે તો તેને ન્યાય જરૂર મળશે.
આક્ષેપિત મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર ગૃહમાં ફરકતા પણ નથી
ઉલ્લેખનીય છે કે હાલમાં વિધાનસભા સત્ર પણ ચાલી રહ્યું છે. ત્યારે આક્ષેપિત મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર ગૃહમાં ફરકતા પણ નથી. બીજી તરફ વિપક્સ દ્વારા પણ આ મુદ્દો હવે ઉઠાવાઈ રહ્યો છે. ત્યારે સરકારને આ મામલે બેકફૂટ પર આવવું પડી રહ્યું છે. આમ, ભાજપના મંત્રીનું સેક્સ સ્કેન્ડલ પાર્ટી માટે માથાનાં દુખાવા સમાન બની ગયું છે. ભોગ બનનારી પીડિતા છેલ્લાં 1 વર્ષથી પોતાની ફરિયાદ અલગ-અલગ સ્તરે પહોંચાડવાની કોશિષ કરી રહી છે. પરંતુ તેને ન્યાય ના મળતાં હારી અને થાકીને તેણીએ પોતાનું જીવન ટુંકાવવા પ્રયાસ કર્યો છે. જો કે પાર્ટી માટે માથાના દુખાવા સમાન બનેલી આ ઘટનામાં કાર્યવાહી માટે કઈ મજબૂરી નડી રહી છે તે સવાલ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..