ગુજરાત સરકારે રાજ્યમાં કોરોનાના કેસ ઘટાડવા માટે નવો કિમિયો અપવાવ્યો હોય એવું પ્રતિત થઈ રહ્યું છે. જો કે પહેલેથી જ ગુજરાત સરકારે કોરોના ટેસ્ટ કરવામાં લાપરવાહી દાખવી હતી, જેનું પરીણામ હવે આખા રાજ્યને ભોગવવું પડી રહ્યું છે. કોરોના કેરના 98માં દિવસે ગુજરાતમાં 29 જિલ્લાઓમાંથી 572 પોઝિટિવ રિપોર્ટ મળતા કોવિડ-19ના કૂલ કેસોની સંખ્યા 29 હજારને પાર થઈ ચૂકી છે. મંગળવાર સાંજે પાંચ વાગ્ય પછીના 24 કલાકમાં અમદાવાદમાં વધુ 15, સુરતમાં એક સાથે વધુ પાંચ દર્દીઓ સહિત કૂલ છ જિલ્લામાં વધુ 25ના મોત થતા આ મહામારીને કારણે અત્યાર સુધીમાં કૂલ મૃત્યુઆંક વધીને 1736એ પહોંચી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
રાજ્યમાં સૌથી મોટું કોરોના વાઈરસનું હોટસ્પોટ અમદાવાદમાં કોરોનાના કેસ ઘટાડવા ગુજરાત સરકારે જે નવો કિમીયો કર્યો છે. તેનું રહસ્ય હાલ ખુલી ગયું હોય તેવું જણાઈ રહ્યું છે. અમદાવાદમાં કોરોનાના કેસ ઘટાડવા અને ડેથ રેસિયો ઘટાડવા માટે અમદાવાદના આરોગ્ય વિભાગે શહેરમાં ટેસ્ટિંગનું પ્રમાણ ઘટાડી દીધું છે. હાલ મળતી એક માહિતી પ્રમાણે છેલ્લા એક અઠવાડિયામાં શહેરમાં કુલ 5 હજાર જ ટેસ્ટ કરવામાં આવ્યા છે. એટલે કે અમદાવાદમાં સરેરાશ એક દિવસમાં કુલ 700 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. ટેસ્ટ ઘટતાં અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. સરકારના આ નવા કિમીયોથી લોકોના સ્વાસ્થ્ય સાથે તો ચેડા થઈ જ રહ્યા છે, સાથે છેલ્લા 2 દિવસથી શહેરમાં કોરોના દર્દીઓનો આંકડો 250ની અંદર આવી રહ્યો છે.
આરોગ્ય વિભાગ હોટસ્પોટ અમદાવાદમાં કોરોના વાયરસના દર્દીઓનો રાફડો ફાટી નીકળ્યો હોય તેમ કૂદકેને ભસૂકે વધી રહેલા કેસોની સંખ્યાને કંટ્રોલમાં લેવા છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદ શહેરમાં કોરોના ટેસ્ટીંગમાં ઘટાડો કરીને હલકી કક્ષાનો કિમીયો વિચાર્યો હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. આરોગ્ય તંત્ર પહેલાથી જ રેઢીયાળ રહ્યું છે, ત્યારે ફરીએકવાર શહેરના લોકોના સ્વાસ્થ્ય પર મોટો દાવ રમીને તંત્ર દ્વારા છેલ્લા અઠવાડિયામાં સરેરાશ 5000 જેટલા જ ટેસ્ટ કરવામાં આવ્યા છે. સરેરાશ એક દિવસમાં 700૦ જેટલા જ ટેસ્ટ શહેરમાં કરવામાં આવે છે જેના કારણે આપોઆપ કેસોની સંખ્યા અને ડેથ રેસિયો કંટ્રોલમાં આવી ગયો છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં 19 માર્ચથી લઈ 7મી જૂન સુધીના કુલ 81 દિવસમાં માત્ર અઢી લાખ ટેસ્ટ કરવામાં આવ્યાં છે જેની સામે તામિલનાડુમાં માત્ર એક મહિનામાં જ 4 લાખ જેટલા ટેસ્ટ કરાયા છે. થોડા સમય પહેલા ગુજરાત કોરોના પોઝિટિવના કેસમાં મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે હતું. પરંતુ આજે બીજા ક્રમે તામિલનાડુ અને ત્રીજા ક્રમે દિલ્હી આવતા ગુજરાત ચોથા ક્રમે આવ્યું છે. તેના પાછળનું મૂળ કારણ એ છે કે, આ બંને રાજ્યોમાં ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી છે. ગુજરાતમાં 1 મહિનામાં 13,472 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે તામિલનાડુમાં 26સ938 અને દિલ્હીમાં 23,838 કેસ સામે આવ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં સૌથી વધુ કેસ ધરાવતા રાજ્યમાં ગુજરાત મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે આવતું હતું પરંતુ હાલની સ્થિતિએ તામિલનાડુ અને દિલ્હી આગળ નીકળી ગયા છે. જોકે આ રાજ્યોમાં ટેસ્ટની સંખ્યા પણ ગુજરાત કરતાં ઘણી વધુ છે. ગત 7મી મેના રોજ ગુજરાતમાં કોરોના પોઝિટિવના દર્દીઓને ઓળખવા માટે કુલ 1,00,553 ટેસ્ટ કર્યા હતા જેમાંથી 6,625 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા જે દેશમાં બીજા ક્રમે હતા. બાદમાં 1 મહિનામાં વધુ 1,51,133 ટેસ્ટ કરાતા નવા 13,472 કેસ સામે આવતા 7મી જૂન સુધીમાં રાજ્યમાં ટેસ્ટનો આંક 2,51,686 અને કેસનો આંક 20,097એ પહોંચ્યો હતો.
મહારાષ્ટ્રમાં 7મી મે સુધીમાં 1, 89,220 ટેસ્ટ કર્યા હતા જેની સામે 16,758 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જોકે એક મહિનામાં વધુ 2,44,843 ટેસ્ટ કરાતા નવા 69,217 કેસ સામે આવ્યાં છે. તામિલનાડુમાં 7મી મે સુધીમાં 2,02,436 ટેસ્ટ કર્યા હતા જેમાંથી 4,829 જ પોઝિટિવ કેસ હતા, બાદમાં વધુ 3,90,534 ટેસ્ટ કરાતા નવા 26,838 કેસ સામે આવ્યા છે. આ સિવાય દિલ્હીમાં 7મી મે સુધીમાં 77,234 ટેસ્ટ કર્યા હતા જેમાંથી 5,104 પોઝિટિવ કેસ હતા. બાદમાં આ રાજ્યમાં પણ વધુ 1,74,681 ટેસ્ટ કરાતાં નવા 23,832 કેસ સામે આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..