ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, જેમાં સત્તાધારી પક્ષ ભાજપને કોંગ્રેસ કરતાં વધુ આમ આદમી પાર્ટીનો ડર છે. ત્યારે હવે ગુજરાત સરકાર દિલ્હીની AAP સરકારની નકલ કરવા લાગી છે, જેમાં દિલ્હીમાં કેજરીવાલ સરકારે જેમ સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વધે એ માટે જે યોજનાઓ અમલમાં મૂકી હતી એવી જ યોજનાઓ ગુજરાત સરકાર અમલમાં મૂકવા જઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ, જેઓ મોંઘીદાટ ખાનગી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણી શકતા નથી તેમને હવે આ જ પ્રકારે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવતી સરકારી શાળાઓમાં ભણવાની તક મળે એવા પ્રયત્નો ગુજરાત સરકાર કરી રહી છે. રાજ્યની પટેલ સરકારના 100 દિવસના પ્રોજેકટ અંતર્ગત 100 અંગ્રેજી મીડિયમની શાળાઓ ગુજરાત સરકાર શરૂ કરશે અને ખાસ કરીને એવાં શહેરો તથા જિલ્લા, જ્યાં મોટી અંગ્રેજી મીડિયમ સ્કૂલો અને અભ્યાસનું કલ્ચર નથી. અંતરિયાળ વિસ્તારમાં આવી શાળાઓ ખોલવામાં આવશે, જેથી એ વિસ્તારના વિદ્યાર્થીઓને ખાસ લાભ થશે.
અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરવા સરકારને દરખાસ્ત મળી
વિવિધ જિલ્લા સ્તરેથી પણ આ પ્રકારની સરકારી અંગ્રેજી મીડિયમની શાળાઓ શરૂ કરવાની દરખાસ્ત રાજ્ય સરકારને મળી છે, જેથી સરકાર પણ હવે મોટે પાયે સરકારી સ્કૂલોની જે ઈમેજ છે એ બદલવા જઈ રહી છે. રાજ્યમાં હાલ 33 હજાર જેટલી સરકારી શાળાઓ છે, જેમાં 98% તો માત્ર ગુજરાતી મીડિયમની છે, જ્યારે સ્થાનિક કોર્પોરેશન આ પ્રકારે અંગ્રેજી મીડિયમની શાળાઓ ચલાવે છે, પણ એ અત્યંત મર્યાદિત જ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા સુરત મહાપાલિકા 106 અંગ્રેજી મીડિયમની શાળાઓ ચલાવે છે.
યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો મેળવવા મોટો પડકાર
રાજ્ય સરકાર વિવિધ જીલ્લા તથા તાલુકા શાળામાં હાલ જે સ્કુલો ચાલે છે. ત્યાં જ તેનું અંગ્રેજી મીડિયમમાં રૂપાંતર કરશે અને તે મુજબ નવા શિક્ષકોની ભરતી કરશે તથા તે મુજબનું ઈન્ફ્રાસ્ટ્રકચર સુધારશે. રાજયના અલગ અલગ જીલ્લાઓમાંથી આ પ્રકારની શાળાઓ માટે માંગ આવી છે. જેમાં સૌથી વધુ અરવલ્લી જીલ્લાની માંગ છે જ્યાં 12 શાળાઓ અંગ્રેજી મીડિયમ માટે જરૂરી હોવાનું જણાવ્યું છે. મહેસાણામાં સાત, ડાંગમાં છ સ્કુલોની માંગ છે. અંતરિયાળ જિલ્લા અને તાલુકામાં અંગ્રેજી મીડીયમની સરકારી શાળાઓ તો શરૂ કરે પણ ત્યાં યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો મેળવવા મોટો પડકાર છે.
સરકારી શિક્ષકોની નોકરીમાં વળતર સારું છે, પણ સરકાર હાલ કોન્ટ્રેકટ ધોરણે શિક્ષકોને રાખવા માગે છે, જે મળશે કે કેમ એ પ્રશ્ન છે. રાજ્ય સરકાર એક તીરમાં બે શિકાર જેવી નીતિ અપનાવવા જઈ રહી છે, જેમાં કોવિડથી મુશ્કેલીમાં મુકાયેલા ઈંગ્લિશ મીડિયમ સેલ્ફ ફાઇનાન્સના મોટી સંખ્યાના વિદ્યાર્થીઓ જે રીતે ડ્રોપઆઉટ થયા છે તેમને ફરી શિક્ષણમાં જોડવાનો છે. તેમને સામાન્ય ફીથી ઈંગ્લિશ મીડિયમનું શિક્ષણ મળે, આની સાથે દિલ્હીની AAP સરકારે અપનાવેલા સરકારી શિક્ષણના મોડલની નકલ કરી આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની બોલતી બંધ કરી મત મેળવવાની પણ વ્યૂહરચના છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..