ગુજરાતમાં કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં હેર સલૂન, પાનના ગલ્લા સહિત તમામ દુકાનો ખૂલશે,

ભારત સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકારને રેડ ઝોન, ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન બનાવવાની મંજૂરી આપી છે. સરકારને કન્ટેનમેન્ટ ઝોન અને નોન કન્ટેનમેન્ટ ઝોન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આ લૉકડાઉનમાં છૂટછાટ અંગે મુખ્યમંત્રી દ્વારા જિલ્લાઓના કલેક્ટર અને મનપાના કમિશ્નર સાથે બેઠક કરવામાં આવી હતી. ત્યારે હવે આ બેઠક બાદ સીએમ રૂપાણીએ રાજ્યમાં છૂટછાટ અને પ્રતિબંધ અંગે સંબોધન કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ગુજરાતમાં છૂટછાટ અને પ્રતિબંધ અંગે રાજ્ય સરકારની મહત્વની જાહેરાત

લૉકડાઉન 4.0 અંગે CM રૂપાણીનું સંબોધન

  • રાજ્યમાં લોકડાઉન 4.0ના તમામ નિયમોની અમલવારી કન્ટેનમેન્ટ ઝોન અને નોન કન્ટેનમેન્ટ ઝોન મુજબ હશેઃ  CM રૂપાણી
  • રાજ્યના કન્ટેનમેન્ટ ઝોનમાં આવનાર 31 મે સુધી માત્ર આવશ્યક ચીજ વસ્તુઓ જ મળશેઃ CM રૂપાણી
  • કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય કોઈપણ પ્રકારની છૂટછાટ નહીંઃ CM રૂપાણી
  • જીમ, સ્વિમિંગ પુલ, ધાર્મિક અને જાહેર મેળાવડાઓ, સ્કુલો વગેરે જુના નિયમ મુજબ બંધ રહેશેઃ CM રૂપાણી
  • રાજ્યના કન્ટેનમેન્ટ ઝોનમાં બસની સુવિધા પણ બંધ રહેશેઃ CM રૂપાણી
  • અમદાવાદ અને સુરત સિવાય ઓટો રિક્ષા શરૂ કરાશે, એક રિક્ષામાં વધુમાં વધુ બે જણ બેસી શકેઃ CM રૂપાણી
  • કન્ટેનમેન્ટ ઝોન સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં ST બસ સેવા શરૂ કરાશેઃ CM રૂપાણી
  • અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં નોન કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં દૂકાનો અને કોર્પોરેટ ઓફિસો શરૂ કરાશેઃ CM રૂપાણી
  • રાજ્યમાં નોન કન્ટેનમેન્ટ ઝોનમાં પાનના ગલ્લાઓ અને હેર સલૂન શરૂ કરી શકાશેઃ CM રૂપાણી
  • રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોનમાં સવારે 8થી 3 વાગ્યા સુધી આવશ્યક ચીજ વસ્તુઓ જ મળશેઃ CM રૂપાણી
  • રાજ્યમાં નોન કન્ટેનમેન્ટ ઝોનમાં સવારે 8થી 4 વાગ્યા સુધી દૂકાનો ખોલી શકાશેઃ CM રૂપાણી
  • રાજ્યના નોન કોન્ટનમેન્ટ ઝોનમાં 33% ટકા સ્ટાફ સાથે કોર્પોરેટ ઓફિસ અને દૂકાનો ખોલી શકાશેઃ CM રૂપાણી
  • ​ઉદ્યોગ બંધ રાખી રાજ્ય આર્થિક રીતે ભાંગી ના પડે એટલે પૂર્વવત કરી રહ્યા છેઃ CM રૂપાણી
  • કાલથી અમૂલના પાર્લર પર 3 લેયર અને N 95 માસ્ક મળશેઃ CM રૂપાણી
  • ​અમૂલ પાર્લર પર 3 લેયર માસ્ક 5 રૂપિયાનું અને N 95 માસ્ક 65 રૂપિયામાં મળશેઃ CM રૂપાણી
  • ​નોન કન્ટેનમેન્ટ ઝોનમાં ટેક્સી ચાલશે, પરંતુ ડ્રાઈવર સાથે માત્ર બે જ જણઃ CM રૂપાણી
  • અમદાવાદ પૂર્વમાં ટેક્સી સેવા બંધ રહેશે, અમદાવાદમાં બસોની અવરજવર નહીં
  • બન્ને ઝોનમાં માલવાહક વાહનોને મંજૂરીઃ CM રૂપાણી
  • ​સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ ખોલવાને છૂટ આપીએ છીએ, પરંતુ કન્ટેનમેન્ટ વિસ્તારની બહાર હોય તેને જ મંજૂરી આપવામાં આવશે: CM રૂપાણી
  • આ બન્ને ઝોનમાં શાળા-કોલેજો, જીમ, સ્વિમિંગ પૂલ, બાગ બગીચા, મોલ, સિનેમાગૃહો, ધાર્મિક કાર્યક્રમો બંધ રહેશે: CM
  • ​આ બન્ને ઝોનમાં સિટી બસ સેવા, ખાનગી સેવાઓ પણ બંધ રહેશેઃ CM

​​પ્રજાજોગ સંબોધનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી સામે 54 દિવસથી ગુજરાતની જનતા લડી રહી છે. ત્રણેય લૉકડાઉનમાં ગુજરાતની જનતાએ સહકાર આપ્યો છે. કોરોના સંક્રમણને રોકવા સૌ પ્રયાસ કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ ગુજરાતની જનતાનો આભાર માન્યો. તેમણે કહ્યું, ગુજરાતની પ્રજાને અભિનંદન આપું છું. રાજ્ય સરકાર ગરીબ, શ્રમિક અને મધ્યમવર્ગની ચિંતા કરે છે.

મહત્વનું છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 4 મનપા કમિશનર સાથે લૉકડાઉન 4.0 અંગે ચર્ચા કરી હતી. ત્યારે 4 મનપા કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા મહત્વની ચર્ચા કરાઇ હતી. મુખ્યમંત્રી સાથે યોજાયેલી પ્રથમ તબક્કાની બેઠકમાં રાજ્યમાં છૂટછાટ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સ્વાસ્થ્ય સુરક્ષા સાથે વેપાર ધંધા શરૂ કરવાની ફોર્મુલા પર ચર્ચાઓ થઈ હતી. ત્યારે હવે લૉકડાઉન 4.0ના નિયમો અંગે રાજ્ય સરકાર દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

મંગળવારથી ગાઇડલાઇન અમલી થશે

લૉકડાઉનમાં આપણે સ્ટ્રિકલી આગળ વધી રહ્યા છે. ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે કલેક્ટરો સાથે ચર્ચા કરીને પોત પોતાના વિસ્તારના કન્ટેન્મેન્ટ ઝોન રાજ્ય સરકારને સોંપ્યા છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઇન બાદ રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, મંગળવાર સવારથી રાજ્યમાં ગાઈડલાઈનનો અમલ કરાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો