વડોદરા જિલ્લાના વાઘોડિયા (Waghodia) તાલુકાના કોટંબી ગામમાં પિતાએ જ પુત્રની નિર્મમ હત્યા (Father kills Son) કરી દીધી છે. નવી નગરીમાં જમવા બાબતે પિતા પુત્ર વચ્ચે ઝઘડો થયા બાદ પિતાએ સૂતેલા 25 વર્ષના પુત્રને કુહાડીના ઉપરાછાપરી કુહાહીના ઘા મારીને હત્યા કરી હતી. આ અંગે વાઘોડિયા પોલીસે (Waghodia Police) હત્યારા પિતાની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
જમવા જેવી નજીવી બાબતે થયો હતો ઝઘડો
આ અંગે મળતી માહિતી પ્રમાણે, મૂળ પાલીતાણાના અને હાલ વાઘોડિયા તાલુકાના કોટંબી ગામની નવી નગરીમાં કૈલાસબેન કનુભાઈ પરમાર પરિવાર સાથે રહે છે. તેમને એક દીકરી અને બે દીકરા છે. કૈલાશબેનના પતિ કનુભાઈ મજૂરી કામ કરે છે. શુક્રવારે રાત્રે કૈલાસબેન તેમના પતિ કનુભાઈ અને બંને પુત્ર રાજુ અને 25 વર્ષીય રાકેશ ઘરે હાજર હતા. રાત્રે જમતા પહેલા રાકેશ અને કનુભાઈ વચ્ચે જમવા બાબતે ઝગડો થયો હતો. જેથી ઉશ્કેરાયેલા પુત્ર રાકેશે પોતાના પિતા કનુભાઈને પેટમાં લાતો મારી દીધી હતી. જે બાદ બધું શાંત થઇ ગયુ હતુ.
પત્નીએ પતિનું કારનામું જોઇ લીધું
આ બનાવ બાદ શાંત દેખાતા પિતા કનુભાઇએ મોડી રાત્રે નિંદ્રાધીન પુત્ર રાકેશના ગળામાં કુહાડીના ચારથી પાંચ ઘા ઝીંકીને હત્યા કરી નાંખી હતી. આ દરમિયાન બાજુમાં સૂતેલી માતા કૈલાશબેન જાગી ગયા હતા અને તમામ નિર્મમ દ્રશ્ય જોયું હતું. જેથી તેઓએ બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી કનુભાઇએ કહ્યુ હતું કે, તમે બધા સુઈ જાઓ તેમ કહી ઘરની બહાર જતા રહ્યા હતા. જોકે, કૈલાશબેનની ઊંઘ ઉડી ગઇ હતી અને તેમણે ગામના સરપંચને આ અંગે જાણ કરી હતી.
પોલીસે કરી પિતાની ધરપકડ
સરપંચને આ અંગેની માહિતી મળતા તેમણે આની જાણ વાઘોડિયા પોલીસને કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે 25 વર્ષીય મૃતક રાકેશના મૃતદેહનો કબજે લઈને જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. તેમજ પોલીસે હત્યારા પિતા કનુભાઈ ભરતભાઈ પરમારની શોધખોળ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..