ગુજરાતમાં રોડ સેફ્ટીના નિયમો ધોરણ 9-12 ના અભ્યાસક્રમ લેવાશે, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરી માહિતી આપી

ગુજરાતની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2021-22થી નવા વિષયો દાખલ કરવાની સરકારે મંજૂરી આપી દીધી છે. જેમાં રોડ સેફ્ટીના નિયમો ધો.9-12ના અભ્યાસક્રમમાં ઉમેરાશે. તેમાં સીગન્લ, ક્રોસીંગ, હાઈવે વગેરે મુદ્દાઓ આવરી લેવાશે તેવું શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરી જાણકારી આપી છે.

રોડ સેફ્ટીના નિયમો ધોરણ 9-12ના અભ્યાસક્રમ લેવાશે
ઉલ્લેખનિય છે કે અગાઉ પણ શૈક્ષણિક વર્ષ 2021-22થી ધોરણ 11માં તેમજ શૈક્ષણિક વર્ષ 2022-23થી ધોરણ 12માં વૈકલ્પિક વિષય તરીકે 7 નવા વિષયોને દાખલ કરવામાં આવશે તેવી જાહેરાત કરાઇ હતી. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ટ્વીટ કરીને માહિતી આપી છે. જેમાં જણાવાયું હતુ કે, વિદ્યાર્થીઓને હવે એગ્રિકલ્ચર, ઑટોમોટિવ, એપરલ એન્ડ મેડ અપ્સ એન્ડ હોમ ફર્નિશિંગ, બ્યુટી એન્ડ વેલનેસ તેમજ રિટેઈલ, ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી જેવા નવા 7 રોજગાર લક્ષી વિષયો ભણાવવામાં આવશે.

જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને માહિતી આપી
શૈક્ષણિક વર્ષ 2021-22થી ધોરણ-11 તેમજ 2022-23થી ધોરણ-12માં વૈકલ્પિક વિષય તરીકે ગુજરાતની 223 શાળામાં આ નવા વિષય દાખલ કરવામાં આવશે. આ નવા વિષયો દાખલ કરવા પાછળ શિક્ષણ વિભાગનો હેતુ વિદ્યાર્થીઓને શાળા સ્તરેથી રોજગારલક્ષી વિવિધ સ્કીલમાં પારંગક કરવાનો છે. વિદ્યાર્થીઓ આ તમામ વિષયો પૈકી પોતાની પસંદગીના વિષયો લઈ શકશે. જેથી વિદ્યાર્થીઓમાં નવી સ્કીલ ડેવલોપ થઈ શકે. તેમજ આ તમામ વિષયો વિદ્યાર્થીઓને ભવિષ્યમાં તેમની કારકીર્દી સિલેક્શન કરવામાં પણ ઉપયોગી નીવડશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો