ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1136 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 62,574 થયો

ભારતમાં કોરોનાના કેસ આજે 16 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતમાં કોરોનાના કેસ 60 હજારને પાર પહોંચ્યા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય દેશોની સરખાણીએ ભારતમાં વધારે છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ સુરત, અમદાવાદ, વડોદરામાં વિશેષ છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1136 કોરોનાના કેસ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રાજ્યમાં આજે કોરોનાના 1136 કેસ નોંધાતા કુલ આંકડો 62,574 પર પહોંચ્યો છે. આજે 875 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 45,782 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો આમ ગુજરાતમાં સાજા થવાનો દર 73.16 ટકા થયો છે. તો આ સાથે જ એક ચિંતાજનક બાબત એવી પણ છે કે, રાજ્યમાં સુરત અને અમદાવાદ બાદ હવે વડોદરામાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાઇ રહ્યો છે. વડોદરામાં ગત 24 કલાકમાં 95 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાએ છેલ્લા 24 કલાકમાં 24 દર્દીઓનો ભોગ લીધો છે. જેને લઇને અત્યાર સુધીમાં રાજ્યમાં 2,465 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. મહત્વનું છે કે, ભારતમાં કોરોના વાયરસના કેસ 16 લાખને પાર થઇ ચૂક્યા છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં દેશમાં 35 હજારથી વધુ દર્દીઓના મોત થયા છે.

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 262 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 214 અને સુરત જિલ્લામાં 48 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 13,331 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 187 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 9,215 પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં 12 દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં કુલ 426 દર્દીના મૃત્યુ થયા છે. સુરતમાં હાલ 3690 એક્ટિવ કેસ છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 146 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 138 અને અમદાવાદ જિલ્લામાં 8 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 26,663 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 115 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 21,479 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 4 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 11,603 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3579 એક્ટિવ કેસ છે.

આજના કોરોના વાયરસના કેસની વિગત 

01/08/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 146
સુરત 262
વડોદરા 95
ગાંધીનગર 29
ભાવનગર 44
બનાસકાંઠા 17
આણંદ 12
રાજકોટ 87
અરવલ્લી 3
મહેસાણા 46
પંચમહાલ 9
બોટાદ 13
મહીસાગર 11
ખેડા 20
પાટણ 14
જામનગર 42
ભરૂચ 16
સાબરકાંઠા 12
ગીર સોમનાથ 37
દાહોદ 30
છોટા ઉદેપુર 7
કચ્છ 20
નર્મદા 19
દેવભૂમિ દ્વારકા 4
વલસાડ 17
નવસારી 11
જૂનાગઢ 42
પોરબંદર 10
સુરેન્દ્રનગર 29
મોરબી 16
તાપી 0
ડાંગ 2
અમરેલી 11
અન્ય રાજ્ય 3

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો