લૉકડાઉન છતાં સંખ્યાબંધ લોકો રસ્તા પર બિનજરૂરી ફરતા હોવાથી કોરોનાનો ચેપ વધુ ઝડપથી ફેલાઈ શકે એવી ભીતિ હોવાથી પોલીસ કમિશનરે વધુ કડક પ્રતિબંધો લગાવ્યા છે. શનિવારે મધ્ય રાત્રિથી 14 એપ્રિલ સુધી શહેરની હદમાં જરૂરી કામગીરી માટે નિયત કરેલી વ્યક્તિઓ સિવાય જે લોકો કારણ વિના બહાર અવર જવર કરતા હશે તેમની સામે કલમ 188 હેઠળ ગુનો નોંધાશે. તેમજ તેમના વાહન પણ જપ્ત કરી લેવામાં આવશે.
જાહેરનામું:- ફોજદારી કાર્યરીતી અધિનિયમ સને ૧૯૭૩(૧૯૭૪ ના નં.૨) ની કલમ-૧૪૪ તથા જી.પી એકટ ૩૭(૩) અન્વયે કાઢેલ હુકમ. #AhmedabadPolice pic.twitter.com/NOhWHOTzbo
— Ahmedabad Police (@AhmedabadPolice) April 4, 2020
ડિટેઈન વાહનોનો મેમો 15મી પછી ભરી શકાશે
લૉકડાઉનની જાહેરાત છતાં લોકો વાહનો લઇ નીકળી પડે છે, જેના પગલે પોલીસને વાહનો ડિટેઇન કરવા પડે છે. ડિટેઇન કરેલા વાહનોના મેમાની રકમ હાલ આરટીઓ બંધ હોવાથી ભરી શકાતી નથી. લૉકડાઉન બાદ 15 એપ્રિલથી ઇ-મેમોની રકમ આરટીઓમાં ભરી શકાશે. જોકે સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, લૉકડાઉનની સમય મર્યાદા લંબાશે તો કામગીરી બંધ રહેશે. બિનજરૂરી કામો માટે નીકળેલા લોકોની પૂછપરછ બાદ તેમના વાહન ડિટેઇન કરી જે તે પોલીસ સ્ટેશનમાં મોકલી અપાય છે. પોલીસ સ્ટેશનમાં આવા વાહનોના હાલ ખડકલા જોવા મળી રહ્યાં છે.
દૂધ, શાકભાજી, કરિયાણું લેવા જઈ શકાશે પણ કારણ વગર નહીં ફરી શકાય
- દૂધ, કરિયાણું, શાકભાજી, દવા લેવા અને સારવાર માટે જનાર
- બેન્કો, વીમા કચેરી, એટીએમ
- રેશનિંગની દુકાનો, કરિયાણાવાળા, ફેરિયા, દૂધવાળા-હોમ ડિલિવરી
- પેટ્રોલ પંપ, LPGવાળા
- પ્રિન્ટ-ઈલેક્ટ્રોનિક મીડિયા
- સેબી દ્વારા સૂચિત ડેબ્ટ અને માર્કેટ સેવાઓ
- લૉકડાઉનના કારણે વ્યક્તિ અટવાઈ હોય એવી હોટેલો-લોજ અને મોટેલ
- ક્વોરન્ટાઈનમાં ઉપયોગમાં લેવાયેલા સંસ્થાન
- અંતિમ સંસ્કાર માટે 20 વ્યક્તિઓને પરવાનગી
- ઈન્ટરનેટ, ટેલિફોન, કેબલ
- પાણી સપ્લાય, તબીબી સ્ટાફ, ફાયર બ્રિગેડ
- જિલ્લા વહીવટ, ટ્રેઝરી
- વીજ ઉત્પાદન, ટ્રાન્સમીશન વિતરણ સેવા
- હાઈવે પરની તથા પેટ્રોલ પંપની ટ્રક રિપેરની દુકાનો
- પોલીસ અને અન્ય ઈમરજન્સી સેવાઓ
(આ સહિત કુલ 27 અપવાદ છે)
ટુ વ્હીલર-ફોર વ્હીલર પર પ્રતિબંધ
લોકડાઉનના કડક અમલીકરણ માટે પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જાહેરનામું બહાર પાડ્યું છે. અમદાવાદ શહેરમાં કોઈપણ વ્યક્તિ કારણ વગર ટુ વ્હીલર, ફોર વ્હીલર પર ફરી શકશે નહીં. જો કારણ વગર બહાર નીકળશે તો તેની સામે ગુનો નોંધવામાં આવશે અને વાહન ડિટેઇન કરવામાં આવશે. માત્ર આવશ્યક ચીજ વસ્તુઓ, ડોક્ટરો, પેરામેડીકલ સ્ટાફ, ઓન ડ્યુટી સરકારી કર્મચારીઓ તેમજ દૂધ- શાકભાજી અને કરીયાણું લેવા જતા લોકો જ ફરી શકશે.
પાંચ વિસ્તારને ક્લસ્ટર કર્યાં
પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, ગુગલ મેપથી જ્યાં ટ્રાફિક વધુ દેખાય છે. તે વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં જાણ કરી કાર્યવાહી કરવા કહીએ છીએ. ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે, કલસ્ટર જાહેર કરાયેલા દરિયાપુર, શાહપુર, જમાલપુર, દાણીલીમડા, રખિયાલમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. જીવન જરૂરીયાતની વસ્તુઓ AMC પહોંચડશે. લોકડાઉનને વધુ અસરકારક બનાવવામાં આવશે.
ડ્રોનથી એનાઉન્સમેન્ટ અને ગુગલ મેપથી કાર્યવાહી
આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી 1035 ગુના નોંધાયા છે. જ્યારે 3091 આરોપીઓની ધરપકડ કરી છે. 8 ડ્રોનથી 13 ગુના નોંધી 48 આરોપીઓની ધરપકડ કરી છે. ડ્રોનથી હવે એનાઉન્સમેન્ટ કરવામાં આવશે. ગુગલ મેપથી જ્યાં ટ્રાફિક વધુ દેખાય છે. તે વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં જાણ કરી કાર્યવાહી કરવા કહીએ છીએ. સીસીટીવીથી પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
નિવૃત્ત 187 પોલીસકર્મીનું લિસ્ટ બનાવાયું
ભાટિયાએ ઉમેર્યું હતું કે, 2236 લોકો હોમ ક્વોરન્ટીન છે. તેમાં 1696 લોકોની તપાસ કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં જે નિવૃત થયા એમને ફરી નોકરીએ લેવાશે. નિવૃત્ત પોલીસ અધિકારીનું 187નું કોન્સ્ટેબલ. હેડ. કો, ASIને ફોન કરી નોકરી માટે જાણ કરી હેડક્વાર્ટર બોલાવીએ છીએ. 187નું લિસ્ટ બનાવ્યું છે. 400 સિવિલ ડિફેન્સના લોકોની મદદ લીધી છે. શુક્રવારે 533 વાહનો જપ્ત કર્યા છે. 70 મેગા ફોન આપ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..