કોંગ્રેસની સ્થિતિ માલ વગરના ખાલી શૉ રૂમ જેવી, કોંગ્રેસ માત્ર 5 લોકોની પાર્ટી બનીને રહી ગઈ છે: જયરાજસિંહ પરમાર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં જ થવા જઈ રહી છે. જો કે તેની પહેલા જ કોંગ્રેસના તૂટવાની પરંપરા શરૂ થઈ ગઈ છે. ગત બુધવારે મહેસાણા જિલ્લાના 150 કોંગ્રેસ કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થયા હતા. જે બાદ બીજા દિવસે ગુરુવારે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે પણ કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી દીધી હતી.

કોંગ્રેસમાં જૂથબંધીનો આરોપ લગાવતા તાજેતરમાં જ પાર્ટી સાથે છેડો ફાડનાર જયરાજ સિંહ આગામી મંગળવારે ભાજપમાં જોડવા જઈ રહ્યાં છે. તેઓએ ખુદ આ બાબતે ટ્વીટ કરીને જાણકારી આપી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, 22 ફેબ્રુઆરી મંગળવારે સવારે 11 કલાકે ગાંધીનગરમાં ભાજપમાં જોડાવાનો છું.

પોતાના ભાજપમાં જોડાવા અંગેની જાણકારી આપ્યા બાદ જયરાજસિંહે મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં છે. જયરાજ સિંહે જણાવ્યું કે, નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યો છુ, પરંતુ જૂની યાદો દિલમાં જ રહેશે. કોંગ્રેસના લાખો લોકો જીવ બાળે છે કે જયરાજ સિંહ ગયા તો દુ:ખ થાય છે. મારે એ તમામ લોકોની માફી માંગવી છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, કોંગ્રેસમાં રહીને હું લોકોના દિલ સુધી પહોંચ્યો છું. મોટા નેતાઓની સાથે હોવા છતાં મારી સાથે સેલ્ફી લેવાતી હતી. જનતાના પ્રશ્નોની સમજ અને કાયદેસરતા કોંગ્રેસ નથી સમજી શકી. કોંગ્રેસ માત્ર 5 લોકોની પાર્ટી છે. 5 લોકો નિર્ણય કરે અને 5 લોકો કમિટી બનાવે. 5 લોકો ગોઠવાઈ જાય, 5 લોકો હારે અને 5 લોકો જ ચિંતન કરે.

કોંગ્રેસ નેતાઓને નેગેટિવીટીના મત જોઈએ છે, પોતાનું કોઈ વિઝન જ નથી. હાલ કોંગ્રેસની સ્થિતિ માલ વગરના ખાલી શૉ રૂમ જેવી થઈ ગઈ છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યસભાની એક પણ સીટ ના જીતે એટલી જ સીટો કોંગ્રેસ પાસે આવશે.

મારી પાસે સાડા 3 વર્ષથી કોઈ જ કામ નથી, કોંગ્રેસની નેતાગીરી પાસે પણ કોઈ સૂજ નથી. જેને રાજકારણની એબીસીડી ખબર નથી, તેવા લોકો પાર્ટીમાં બેઠા છે. કોંગ્રેસમાં મને માન નથી મળ્યું, જ્યારે સીઆર પાટીલે મને માન-સન્માન આપ્યું છે. હવેથી લોકોને જયરાજ સિંહનો નવો અંદાજ જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો