વૃદ્ધને છાતીમાં દુઃખાવો ઉપડતા પોલીસ જવાને સમયસૂચકતા દાખવતા ઊંચકી લીધા બાદ હોસ્પિટલમાં પહોંચાડી બચાવ્યો જીવ

મુંબઈ શહેરના ઘાટકોપર રેલવે સ્ટેશન પર જીઆરપી (Government Railway Police) જવાનની સમયસૂચકતાને કારણે એક વૃદ્ધનો જીવ બચી ગયો છે. વૃદ્ધને છાતીમાં દુઃખાવો ઉપડતા જવાને જરા પર રાહ જોવા વગર તેમને ખભા પર ઊંચકી લીધા હતા અને દોડીને તેમને રેલવે સ્ટેશન બહાર પહોંચાડ્યા હતા. વૃદ્ધને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જીઆરપી જવાનના આવા સાહસની તમામ લોકો પ્રશંસા કરી રહ્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે પ્રકાશ ગચ્છે મુંબઈના ઘાટકોપર રેલવે સ્ટેશન પરથી બપોરે બે વાગ્યે ક્યાંક જઈ રહ્યા હતા. હજી તેઓ સ્ટેશન પર ઉભા જ હતા કે તેમને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. પ્રકાશ નીચે પડતા જ ત્યાં ભીડ એકઠી થઈ ગઈ હતી. આ વખતે ત્યાં ધનંજય ગવલી નામનો પોલીસ જવાન ફરજ પર હતો. ધનંજયને માલુમ પડ્યું કે વૃદ્ધને છાતીમાં દુઃખાવો થઈ રહ્યો છે તો તેણે જરા પર સમયે વેડફ્યા વગર વૃદ્ધને પોતાના ખભા પર ઊંચકી લીધા હતા અને તેમને લઈને બહારની બાજુ દોડ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો