જો તમે પણ કોઈ મોલ દુકાન કે સ્ટોરમાં છાપેલી કિંમત કરતાં વધુ રકમ આપીને છેતરાયા હોવ તો આ ખબર તમારા માટે મહત્ત્વની છે. જો ગ્રાહક જાગૃતિ અને સતર્ક હોય તો લાંબી લડત આપીને પણ તે અન્ય માટે એક ઉદાહરણરૂપ સાબિત થઈ શકે છે. એક આવું ઉદાહરણ અમદાવાદમાં સામે આવ્યું છે. શહેરના એક જાણીતા ગ્રોસરી સ્ટોરને પ્રોડક્ટ પર લખેલી(MRP) કિંમત કરતાં 30 રૂપિયા વધુ લેવા ભારે પડ્યા છે. પાંચ વર્ષ બાદ રૂપિયા 30 સામે તેને રૂપિયા 2540 ગ્રાહકને ચૂકવવાનો વારો આવ્યો છે. એક જાગ્રત નાગરિકે ગ્રોસરી સ્ટોર સામે કરેલા દાવા મામલે કન્ઝયુમર કોર્ટે અરજદારની તરફેણમાં હુકમ કર્યો છે, જેમાં અરજદારને વ્યાજ સહિતનું વળતર પરત મળ્યું છે.
ગ્રોસરી સ્ટોરમાલિકે વળતર ચૂકવવું પડ્યું
અમદાવાદના જગતપુર વિસ્તારમાં રહેતા અને કન્ઝ્યુમર કોર્ટમાં સિનિયર વકીલ તરીકે ફરજ બજાવતાં હેમકલાબેને તેમના વિસ્તારના હિન્દ પ્રોવિઝન સ્ટોરમાંથી કરિયાણાની ખરીદી કરી હતી, જેમાં લખેલી કિંમત કરતાં રૂપિયા 30 વધુ લીધા હતા, જેથી અમદાવાદ કન્ઝ્યુમર કોર્ટે અરજદારની તરફેણમાં આદેશ કરતાં રૂ.1000 કાયદાકીય ખર્ચ, રૂ.1500 માનસિક ત્રાસ, વધુ લીધેલી રકમ રૂ.30 અને રૂ.10 વ્યાજ પેટે ચૂકવવાનો આદેશ કર્યો હતો, જે બાદ તેમને વળતરની રકમ મળી છે.
ગ્રાહકે રજૂઆત કરી હતી, પણ પ્રોવિઝન સ્ટોરે સાંભળ્યું નહીં
અરજદાર હેમકલાબેને પ્રોવિઝન સ્ટોરમાં અજમાની કિંમત કરતાં વધુ રકમ લેવામાં આવી હોવાની રજૂઆત કરી હતી, પરંતુ હકારાત્મક જવાબ મળ્યો નહોતો. જેથી ગ્રાહકોને ન્યાય અપાવવા માટે મહેનત કરતાં ખુદ એડવોકેટે પ્રોવિઝન સ્ટોર સામે દાવો માંડ્યો હતો. તેમણે કોર્ટ સમક્ષ કરેલી ખરીદીના બિલની સાથે અજમાનું પેકેટ પણ રજૂ કર્યું હતું, જેના આધારે કોર્ટે નોંધ્યું કે MRPથી વધુ રકમ લેવામાં આવી છે, જેથી 30 રૂપિયા પરત મેળવવા માટે અધિકારીને પાત્ર છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..