આજે અમે તમને એવી વિશેષ સુવિધાઓ વિશે જણાવીશું જે સરકાર દ્વારા મહિલા માટે શરૂ કરાઈ છે. તેમાં ગર્ભવતી મહિલાઓને કેસ આપવાની સુવિધા સહિત અન્ય સુવિધાઓ પણ શામેલ છે. આ ખાસ સુવિધાઓ વિશે જાણો આગળી સ્લાઈડમાં….
રેલવેમાં મુસાફરી
ભારતીય રેલવે દ્વારા ટ્રેનમાં મુસાફરી કરનારી મહિલાઓને ખાસ છૂટ આપવામાં આવે છે. રેલવે અનુસાર જો કોઈ મહિલા 58 વર્ષથી વધારે ઉંમરની છે તો તેને ટિકીટ પર 50 ટકા ડિસ્કાઉન્ટ મળશે. આ સુવિધા એક્સપ્રેસની સાથે રાજધાની અને શતાબ્દી જેવી ટ્રેનોમાં પણ મળશે.
ગર્ભવતી મહિલાઓને 6 હજાર રૂપિયાની મદદ
કેન્દ્ર સરકાર દ્વારા માતૃત્વ લાભના કાર્યક્રમને મંજૂરી આપી દેવાઈ છે. તેમાં દેશભરની ગર્ભવતી મહિલાઓ અને બાળકોને સ્તનપાન કરાવતી માતાને 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. જોકે આ યોજના માત્ર પહેલા સંતાન માટે જ છે. આ મહિલાઓને ત્રણ હપ્તામાં 5 હજારની ચુવકણી કરવામાં આવે છે. આ રકમ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તરફથી ખાતામાં અપાય છે. તો ગર્ભાવસ્થા દરમિયાન રજીસ્ટ્રેશન પર 1000 રૂપિયા મળે છે.
મફત હેલ્થ ચેકઅપ
પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન હેઠળ મહિલાઓને દર 9 તારીખે મફત તપાસની સુવિધા આપવામાં આવે છે. આ સુવિધા તમે કોઈપણ સરકારી હોસ્પિટલમાં જઈને લઈ શકો છો.
પરિવહનની સુવિધા
પ્રધાનમંત્રી માતૃત્વ અભિયાન અંતર્ગત જ તમને પરિવહનની સેવા સરકાર આપે છે. જો તમે કોઈ એવા વિસ્તારમાં રહો છો, જ્યાં સાર્વજનિક પરિવહનની સેવા ખૂબ ઓછી છે અથવા પછી છે જ નહીં. તો તમે આ સેવાનો લાભ લઈ શકો છો. જોકે સરકાર તરફથી તમને સહયોગમાં 20 ટકાથી ઓછી રકમ ખર્ચ કરવા માટે આપવામાં આવે છે.
ઘેર બેઠા કમાણીની તક
જો તમે મહિલા છો અને ઘરે બેઠા જ કમાણી કરવા ઈચ્છો છો, તો તમે મહિલા ઈ-હાટનો રસ્તો પસંદ કરી શકો છો. ભારત સરકારે એક વિશેષ પોર્ટલ લોન્ચ કર્યું છે, જ્યાં તમે ઘરે બનાવેલા સામાનને ઓનલાઈન વેચી શકો છો. અહીંયાં તમારી વચ્ચે કોઈ વચેટીયા નથી આવતા. આથી તમને ગ્રાહક સાથે સીધી ડિલ કરવાની તક મળે છે. આ વિશેની વધારે જાણકારી માટે તમે http://mahilaehaatrmk.gov.in/en/ પર જઈ શકો છો. અહીંયાં તમારે પોતાને રજીસ્ટર કરવાના રહેશે.
ઓનલાઈન કરો ફરિયાદ
ભારત સરકારે કામ કરતી મહિલાઓ માટે ઓનલાઈન ફરિયાદ કરવાનું એક તંત્ર તૈયાર કર્યું છે. જો તમારી સાથે કંપનીમાં અથવા કામની જગ્યા પર કોઈપણ પ્રકારનું શોષણ થાય છે, તો તેની ફરિયાદ shebox.nic.in પર પહોંચીને કરી શકો છો. તમારી ફરિયાદ રજિસ્ટર કરવા માટે તમારે અહીં પોતાને રજિસ્ટર કરવા પડશે. રજિસ્ટર થયા બાદ તમે ફરિયાદ અહીં દાખલ કરી શકો છો. જોકે આ કામ માટે તમારી પાસે પોતાનું ઈ-મેઈલ આઈડી હોવું જરૂરી છે.
મફતમાં કાયદાકીય મદદ
બળાત્કારનો શિકાર થયેલી કોઈપણ મહિલાને મફત કાયદાકીય મદદ મેળવવાનો સંપૂર્ણ અધિકાર છે. સ્ટેશન હાઉસ ઓફિસર માટે આ જરૂરી છે કે તે લિગલ સર્વિસીસ ઓથોરિટીને વકીલની વ્યવસ્થા કરવા માટે જાણ કરે.