ગોરખનાથ મંદિરમાં અલ્લાહ-હુ-અકબરની બૂમ પાડીને હથિયાર લઈને મંદિરમાં ઘૂસ્યો IIT પાસઆઉટ અબ્બાસ, પોલીસકર્મીઓ ભાગ્યા

ગોરખનાથ મંદિરમાં હુમલાનો અંદાજે 34 સેકન્ડનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો કારમાં બેઠેલી એક વ્યક્તિએ બનાવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે હુમલાખોરના હાથમાં ધારદાર હથિયાર છે અને આસપાસના લોકો દોડી રહ્યા છે. સાંજે અંદાજે 7 વાગ્યા ને 20 મિનિટે PAC જવાન પર હુમલો કરવામાં આવ્યો હતો. સુરક્ષામાં તહેનાત પોલીસ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.

મંદિરમાં મુખ્ય પશ્ચિમ ગેટથી લઈને પરિસરની અંદર સુધી 15 મિનિટ સુધી આ શંકાસ્પદ વ્યક્તિએ હોબાળો કર્યો હતો. મંદિર સુરક્ષામાં તહેનાત પોલીસકર્મીઓ તેના ડરથી ભાગી ગયા હતા. જોકે અંતે અનુરાગ નામના એક પોલીસકર્મીની સમજણને કારણે તે પકડાઈ ગયો હતો.

મોટા કાવતરાની તૈયારી હતી: ADG
એડીજી લૉ એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે આરોપી અહમદ મુર્તજા પાસેથી જે વસ્તુઓ મળી છે એ જોતાં લાગે છે કે બહુ મોટા પાયે કાવતરું ઘડવામાં આવ્યું હતું. જે દસ્તાવેજો મળ્યા છે એ ઘણા વિવાદાસ્પદ છે. એ વાતથી ઈનકાર ના કરી શકાય કે આ આતંકી ઘટના નહોતી. એટીએસ અને એસટીએફને તપાસ સોંપવામાં આવી છે.

બહાદુર જવાનોને 5-5 લાખનું ઈનામ જાહેર કરાયું
એસીએસ (ગૃહ) અવનીશ અવસ્થીએ જણાવ્યું હતું કે બે પીએસી અને એક પોલીસ જવાન હુમલામાં ઘાયલ થયા છે. તેમણે બહાદુરીથી હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. જો હુમલાખોરે મંદિરમાં પ્રવેશ કરી લીધો હોત તો તે ભક્તોને નુકસાન પહોંચાડત. આ ત્રણેય બહાદુર જવાનને 5-5 લાખ ઈનામની જાહેરાત કરવામાં આવી છે.

યોગી પહોંચશે ગોરખપુર
સાંજે અંદાજે 4.30 વાગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુર પહોંચવાના છે. અહીં SSP-STF અભિષેક ગોરખપુર પહોંચી ગયા છે. તેમણે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. તેમની સાથે જ નવા ADG-ATS નવીન અરોરા પણ સાંજ સુધીમાં ગોરખપુર પહોંચી જશે. CM યોગી સાથે ACS ગૃહ અવનીશ અવસ્થી પણ અહીં પહોંચવાના છે. કાયદો અને વ્યવસ્થાને લગતી યોગી અહીં એક મહત્ત્વની બેઠક કરશે એવી શક્યતા છે.

અલ્લાહ હુ અકબરનો નારો લગાવી કહ્યું- મને ગોળી મારી દો
આરોપી હાથમાં હથિયાર લઈને ગોરખનાથ મંદિર અને પોલીસ સ્ટેશનના સામેવાળા રસ્તા પર દોડતો હતો. પબ્લિક અને પોલીસ તેને દોડતા જોતા હતા. આ દરમિયાન આરોપીએ અલ્લાહ-હુ-અકબરનો નારો લગાવ્યો હતો અને બૂમો પાડી પાડીને પોલીસકર્મીને અપીલ કરતો હતો કે હું ઈચ્છું છું કે તમે લોકો મને ગોળી મારી દો.

ડૉ. અબ્બાસીના પરિવારનો સભ્ય છે આરોપી
શંકાસ્પદ આરોપી અહમદ અબ્બાસી શહેરના પ્રખ્યાત ડૉ. અબ્બાસીના પરિવારનો સભ્ય છે. તે અહીં અબ્બાસી નર્સિંગ હોમ પરિસરમાં જ પરિવારની સાથે રહે છે. ATS પરિવારની સાથે સાથે બાકી લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

ATSની તપાસ શરૂ, શોધે છે વિદેશી કનેક્શન
SSP ડૉ. વિપિન ટાડાએ જણાવ્યું હતું કે મોડી રાતે ATSએ તપાસ સંભાળી લીધી છે. ATS અને પોલીસ ટીમ હુમલાખોર અહમદ મુર્તજા અબ્બાસીના ઘરે પહોંચી છે. તેના પિતા અને અન્ય પરિવારજનોની પૂછપરછ શરૂ કરી છે. ATS તેના વિદેશી કનેક્શન પણ તપાસી રહી છે.

આરોપી પાસે પાસપોર્ટ હતો કે નહીં, ક્યારેય વિદેશ ગયો છે કે નહીં એ વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે. એ ઉપરાંત તેના મોબાઈલ અને લેપટોપના IP એડ્રેસથી વિદેશી લોકો સાથે વાતચીત અને ફંડિગ વગેરેની તપાસ કરવામાં આવી રહી છે.

ચેકિંગ માટે રોકતાં હુમલો કર્યો
રવિવારની સાંજે અહમદ મુર્તજા 7 વાગે ગોરખનાથ મંદિરના ગેટ પર પહોંચ્યો હતો. તેને જોઈને સુરક્ષામાં તહેનાત PAC જવાન ગોવિંગ ગૌડ અને અનિલ પાસવાનને તેના પર શંકા થઈ હતી. જવાનોએ તેને ચેકિંગ માટે રોક્યો ત્યારે તેણે હથિયાર કાઢીને હુમલો શરૂ કરી દીધો હતો.

મુંબઈથી સવારે જ ગોરખપુર પહોંચ્યો હતો
પોલીસકર્મી અનિલ સાથી ગોવિંદને બચાવવા આવ્યો ત્યારે અબ્બાસીએ તેના પર પણ હુમલો કરી દીધો હતો. બંને જવાન પર હુમલો થતાં જોઈને ગેટની અંદર ડ્યૂટી પર તહેનાત સિપાહી-જવાન અનુરાગ રાજપૂત ઈંસાસ રાઈફલની સાથે પહોંચ્યો તો આરોપી ભાગવા લાગ્યો હતો. ગેટ પર હાજર મંદિરના કર્મચારીઓએ આરોપીને દોડીને પકડી લીધો હતો.

પૂછપરછમાં ખબર પડી કે આરોપી રવિવારે સવારે જ મુંબઈથી ગોરખપુર આવ્યો હતો. તેની પાસે ધારદાર હથિયાર અને લેપટોપ જપ્ત કરવામાં આવ્યું છે. ઘાયલ જવાનોને ગોરખનાથ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો