અમદાવાદઃ આજના સમયનો યુવાન એટલે જેમને મન માત્ર કરોડો કમાવવા અને પ્રસિધ્ધી પામવી. પરંતુ ગુજરાતના અમદાવાદમાં રહેતા અને મુળ ભાવનગરના વલ્લભીપુરના વતની ગોપાલ સુતરીયા વારસાગત મળેલા કરોડાના બિઝનેસને અલવિદા કઇ પૂર્ણ સમય ગૌ સેવામાં આવી ગયા. પિતા ગગજીભાઇ વર્ષોથી મુંબઇના હિરા ઉધોગમાં જોડાયેલા હતા. એટલે ભણી ગણી પિતાના બિઝનેસમાં લાગેલા. ધમધમતા આ બિઝનેસમાં કરોડોનું ટર્નઓવર હતું. પરંતુ પિતાના સંસ્કારો અને પોતાની ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની કોઠાસુઝ પ્રમાણે ધીમે ધીમે ગૌ ( ગાય ) સેવામાં મન બેસવા લાગ્યું. જોત જોતામાં અમદાવાદમાં સાણંદ ચોકડી નજીક બંસી ગીર ગૌશાળા બનાવી.
ગોપાલના પિતા મુંબઇમાં રહેતા હોવાથી પ્રાથમિકથી લઇ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ મુંબઇમાં જ થયો હતો. એસ.વાય બી.કોમમાંથી ગ્રેજ્યુએશન કરી પિતાના ધંધામાં કામ કરવાની શરુઆત કરી. ડાયમંડની કંપની નો વહિવટ અને કાર્ય પ્રત્યેની સુંગમતા સાથે સાથે 10 વર્ષ સુધી હિરા ઉધોગમાં બિઝનેસ કરી. કંસ્ટ્રક્શનના બિઝનેસના ઉદેશથી 2007માં અમદાવાદ આવેલા અમુક વર્ષો પછી પૂર્ણ સમય બિઝનેશ છોડી ગૌસેવા માં લાગી ગયા.
ગોપાલ સુતરીયા કહે છે કે મને કરોડાના ટર્નઓવર વાળા બિઝનેસ કરતા પણ ગાયની સેવામાં મન લાગતું હતું. પહેલા તો ધંધામાં સમય ન મળતો પણ જ્યારથી નક્કી કર્યું ત્યારબાદ શરુઆતમાં મુળ ભાવનગર વતની એટલે સૌરાષ્ટ્રમાં જોવા મળતી ભારતીય દેશી ગીર ગાયની ગૌશાળા બનાવી.ગોપાલ એવું માને છે કે ગાય સાથે માનવનું જીવનએ કોઇ પ્રાણી સાથે નહીં પરંતુ એ પવિત્ર આત્મા સાથે સબંધ બાંધવા બરાબર છે. તેઓ ગાયને માતા માને છે. તેઓ કહે છે કે ગાયનું સંવર્ધન એ માનવજીવન માટે માનવીય સંવર્ધન કરતા પણ મહત્વનું છે. ગાયનો સ્પર્શએ માતા વાત્સલ્યથી નવરાવી દે છે.
ગાયના સંવર્ધનથી પર્યાવરણ, ખેડૂત, ખેતી, પોષણછમ ખોરાક, ઓર્ગેનિક ખોરાક વગેરે પર અસર આવે છે. હું વૈજ્ઞાનિક પદ્ધતિથી ગાયનું જતન કરું છું. અમારી બંસી ગીર ગૌશાળાને ભારતની શ્રેષ્ઠ ગૌશાળાનો પણ એવોર્ડ મળેલો છે.
બંસી ગીર ગૌશાળાની વિશેષતાઓ
* અહીંની ગાયોને નામથી બોલાવવામાં આવે છે
* 150થી વધારે ગીર ગાયનો પરિવાર છે
* હાથણી જેવી શરીર ધરાવતી ગાયો છે
* અહીંના ખૂંટની વેલ્યુ કરોડોમાં છે
*ગૌશાળામાં કિરન ગાય 16માં બાળક વખતે 25 લિટર દૂધ આપે છે