ઘણા લોકોને રાત્રે સુતી વખતે પડખા ફેરવ્યા છતાં ઉંઘ નથી આવતી.. જાણો તેના વિશે
દુનિયામાં ઘણા એવા લોકો હોય છે જે રોજ રાત્રે બેડ પર પડખા ફેરવતા રહે છે. તેમ છતાં તેમને સારી ઉંઘ નથી આવતી. ત્યાં જ ઘણા લોકો બિમારી નહીં પરંતુ ખરાબ લાઈફ સ્ટાઈના કારણે આવી સમસ્યાઓથી પીડાય છે.
સારી ઉંઘ લેવા માટે તૈયાર કરવામાં આવેલો ફોર્મુલા
બ્રિટનના નેશનલ હેલ્થ સર્વિસ (NHS)ના એક ડોક્ટરે આ સમસ્યાથી નિપટવા માટે 10-3-2-1 ફોર્મુલા ઈજાદ કર્યો છે. ડોક્ટરનો દાવો છે કે આ ફોર્મુલા પર અમલ કરી તમે વગર કોઈ દવા અથવા સારવારે સરળતાથી રોજ સારી ઉંઘ (Good Sleep) લઈ શકે છે. ડોક્ટરના આ ફોર્મુલાની બ્રિટનમાં ખૂબ ચર્ચા થઈ રહી છે.
10-3-2-1 ટ્રિકથી આવશે સારી ઉંઘ
રિપોર્ટ અનુસાર NHSમાં તૈનાત ભારતીય મૂળના ડોક્ટર રાજ કારણ (Dr Raj Karan)ના આ ફોર્મુલા ટિક ટોક પર શેર કરવામાં આવ્યો છે. તેમણે (Dr Raj Karan)એ આ ફોર્મુલા ટિક ટોક પર શેર કર્યો છે. તેમણે 10-3-2-1 ટ્રિકને વિસ્તારથી જણાવતા કહ્યું કે સુવાથી 10 કલાક પહેલા કેફેન અથવા ચા-કોફી, કોલ્ડ ડ્રિન્ક્સને પીવાનું ખૂબ જ ઓછુ કરી દો. કેફીનના સેવનથી ઉંઘ ઉડી જાય છે. જણાવી દઈએ કે જો તમે રોજ રાત્રે 10 વાગ્યે બેડ પર પહોંચી જાઓ છો તો બપોરે 12 વાગ્યા બાદ કેફીન સાથે જોડાયેલી વસ્તુઓનું સેવન બંધ કરી દો.
સુતી વખતે 3 કલાક પહેલા બંધ કરી દો હેવી ડાયટ
બીજી ટીપ્સ છે કે સુવાના 3 કલાક પહેલા હેવી ડાયેટ અથવા ડ્રિન્કનું સેવન બંધ કરી દો. તેનાથી 3 કલાક પહેલા લેવામાં આવેલા ભોજનને પચાવવા માટે શરીરને જરૂરી સમય મળે છે અને રાત્રે ગેસ અથવા કબજીયાતની મુશ્કેલી નથી થતી. બેડ પર અમુક સમય સુધી શરીરને સીધુ રાખ્યા બાદ આંખો પર બોજો વધી જાય છે અને વ્યક્તિ ગાઢ ઉંઘમાં જતું રહે છે.
બેડ પર જવાના 2 કલાક પહેલા પુરા કરીલો દરેક કામ
ડોક્ટના જણાવ્યા અનુસાર ઉંઘના 2 કલાક પહેલા કમે પોતાનું રૂટીન કામ પુરૂ કરી લો આમ કરવાથી તમારૂ મગજ રિલેક્સ ફીલ કરશે. જેનાથી બેડ પર સુતી વખતે સમય તમારે મગજમાં ઓફિસ અથવા ઘરના કામોને લઈને બિન જરૂરી વાતો ન રહે. તેના દ્વારા તમને વધારે ઉંઘ આવવામાં મદદ મળશે.
સુવાના એક કલાક પહેલા બંધ કરી દો દરેક ગેજેટ
ડોક્ટરના જણાવ્યા અનુસાર સુવાના 1 કલાક પહેલા ટીવી, લેપટોપ અને મોબાઈલ બંધ કરી દો અથવા સ્ક્રીનથી દૂર રહો. હકીકતે સ્ક્રીનથી નીકળતી બ્લૂ લાઈટ આંખોમાં દુખાવો કરી શકે છે. જેની અસર દિમાગ પર થાય છે. સુવાના એક કલાક પહેલા દરેક સ્ક્રીન બંધ કરવાથી આંખો અને મગજને આરામ મળે છે અને તમે જલ્દી સુઈ શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..