ગોવા બન્યું કોરોના વાયરસને હરાવનાર પહેલું રાજ્ય, બધા જ દર્દીઓ થયા સ્વસ્થ, 3 એપ્રિલ બાદ નથી નોંધાયો કોઈ જ કેસ

કોરોના વાયરસના કારણે એકબાજુ દેશની ઝડપને બ્રેક લાગી છે ત્યારે આ દરમિયાન રાહતભર્યા સમાચાર પણ આવ્યા છે. રવિવારનો દિવસ ભારતના સમુદ્રના કિનારે આવેલા રાજ્ય ગોવા માટે એક નવું કિરણ લઈને આવ્યુ હતું. અહીં કોરોના વાયરસના કારણે દરેક દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં કોરોનાના કુલ સાત કેસ સામે આવ્યા હતાં. જેમાંથી છ તો પહેલા જ સ્વસ્થ થઈ ચૂક્યા હતાં. છેલ્લા દર્દીનો કોરોના રિપોર્ટ પણ રવિવારે નેગેટિવ આવ્યો હતો. જે પછીથી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

3 એપ્રિલ બાદ કોઈ જ કેસ નહીં

મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ વાતની જાણકારી આપી હતી. તેમણે ટ્વીટ કરી હતી કે, ‘સંતોષ અને રાહતની વાત છે કે ગોવાનો છેલ્લો દર્દી પણ કોરોના નેગેટિવ આવ્યો છે. ડોક્ટર અને સપોર્ટ સ્ટાફ આ માટે ખરેખર વખાણને પાત્ર છે. ગોવામાં હવે 3 એપ્રિલ પછી કોઈ જ નવો દર્દી સામે આવ્યો નથી.’

મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે,’અમારી ગણતરી ભલે નાના રાજ્યમાં થાય પરંતુ અમારે ત્યાં ટૂરિસ્ટ વધારે માત્રામાં આવે છે. પોલીસ, સ્થાનીક વહીવટી તંત્ર, ટૂરિસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે સાથે ગોવાના લોકોનો પણ ભરપૂર સાથ મળ્યો હતો. અહીંના લોકોએ વડાપ્રધાનની દરેક સલાહ માની. અહીં એટલા તહેવાર આવ્યા પરંતુ કોઈપણ ધર્મના વ્યક્તિએ કોઈ જ સમસ્યા ઉભી કરી નથી. ધર્મગુરુઓનો પણ ભરપૂર સાથ મળ્યો હતો.’ આ ઉપરાંત તેમણે ઉમેર્યુ હતું કે, ‘વડાપ્રધાને લૉકડાઉનની જે લક્ષ્મણરેખા ખેંચી છે તેનું આપણે 3 મે સુધી પાલન કરવાનું છે. ગોવામાં નિયમ અનુસાર છુટછાટ આપી શકાશે જેના પર અમે વિચાર કરી રહ્યાં છીએ.’

18 માર્ચના રોજ આવ્યો હતો પહેલો કેસ

ગોવામાં પણ કોરોના વાયરસની શરુઆત 18 માર્ચના રોજ થઈ હતી. દુબઈથી પરત ફરેલા એક નેતામાં સૌથી પહેલા સંક્રમણ મળી આવ્યુ હતું. 3 એપ્રિલ સુધી અહીં કોરોનાના સાત દર્દીઓ પોઝિટિવ મળી આવ્યા હતાં. જે પછીથી રાજ્યમાં કોઈ જ નવો મામલો સામે નહોતો આવ્યો. 15 એપ્રિલ સુધી રાજ્યના છ કોરોના દર્દીઓ સ્વસ્થ થયા હતાં. છેલ્લા દર્દીનો કોરોના રિપોર્ટ રવિવારે નેગેટિવ આવ્યો હતો.

દેશના પહેલા ગ્રીન ઝોન બનવા તરફ અગ્રેસર

આથી જ્યારે હવે ગોવા દેશનું પહેલું ગ્રીન ઝોન રાજ્ય બનવા તરફ આગળ વધી રહ્યું છે. આ પહેલા બીજેપીના વરિષ્ઠ નેતા બીએલ સંતોષે ટ્વીટ કર્યું કે બધું જ જો સરકારની યોજના અનુસાર રહ્યું તો ગોવા 20 એપ્રિલ સુધીમાં ગ્રીન ઝોનમાં સમાવેશ કરનાર દેશનું પહેલું રાજ્ય બની જશે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય રાજ્યના દક્ષિણ ગોવા જિલ્લાને પહેલા જ ‘ગ્રીન ઝોન’ જાહેર કરવામાં આવ્યું છે. જે વિસ્તારમાં કોવિડ 19ના મામલાઓ સામે નથી આવતા તેને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવે છે અને બંધમાં પણ છૂટ મળી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો