પરિવારમાં મુખ્ય સમસ્યાઓનું કારણ અહમ અને મમત્વ છે, અહમ અને મમત્વ પરિવારની બહાર રાખવાની વસ્તુઓ છે, પરંતુ એ સૌથી વધારે પરિવારમાં રાખવામાં આવે છે. કારણ કે, આ વસ્તુ માટે પરિવાર સોફ્ટ ટાર્ગેટ છે, જેનો ઈગો બહાર ના ચાલે એ ઘરના પરિવાર સાથે ઈગો કરતાં હોય છે.
જીવનમાં સુખી થવાનાં કારણ પાછળ હાવર્ડ યુનિવર્સિટીના સર્વે પ્રમાણે 65% કારણ એ છે કે પરિવાર સાથે સમય વિતાવવો, પરિવારમાં હંમેશા મન મોટુ રાખવું જોઈએ’ સમસ્ત સાચપરા પરિવાર દ્વારા વરાછા ખાતે ‘પરિવાર પારાયણ’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ આ વાત કરી હતી.
પરિવારમાં વિવાદનું કારણ શિક્ષણનો અભાવ
પરિવાર વિવાદનું અન્ય કારણ શિક્ષણનો અભાવ પણ છે. જ્યાં શિક્ષણનો અભાવ છે ત્યાં જડતા જોવા મળે છે. મગર, મંકોડા અને મુર્ખને ફકત પકડતા આવડે છે, પરંતુ છોડતા નહીં. સુરતમાં સૌથી વધારે છૂટાછેડા થાય છે કારણ કે, અહીં અભ્યાસમાં મોટો તફાવત જોવા મળે છે. આજની યુવા પેઢીએ જેમાં રસ હોય એ ક્ષેત્રમાં વધુ અભ્યાસ કરાવવો જોઈએ,
અભ્યાસથી વિચારોમાં વિશાળતા આવે છે.
અભ્યાસ સાથે સંસ્કાર આપવા પણ અત્યંત જરૂરી છે. સંસ્કાર નહીં હોય તો સંપત્તિ અને સંતતી ખોવાનો વારો આવશે. વિદ્યા હંમેશા વિનયથી શોભે છે. જીવનમાં સંસ્કાર હંમેશા મોટો ભાગ ભજવે છે. જે શિક્ષણમાં સંસ્કાર નથી એ ભણેલા ભૂત સમાન હોય છે. જીવનમાં વાણી વર્તન વિવેકમાં હંમેશા ધ્યાન રાખવું. બાળક જીવનની પહેલી ગાળમાં પાસેથી શીખે છે. બાળકનું જીબી ખાલી હોય છે એને પરિવાર અને એની આજુબાજુનું વાતાવરણ એ જીબીને ભરતું હોય છે. મોટી સમાજસેવા એ જ છે કે પરિવારને સમય આપી પરિવારમાં સારા ચારિત્ર્યનું નિર્માણ કરવાનું હોય છે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..