25 વર્ષ તમે આમને આપ્યા છે હવે અમને એક મોકો આપીને જુઓ, જો ના ફાવે કો ફરી એમને લાવી દેજો આ વાત અરવિંદ કેજરીવાલે અમદાવાદના રોડ શો દરમિયાન કહી હતી. કેજરીવાલ અને ભગવંત માન બન્ને મુખ્ય મંત્રી અમદાવાદ પૂર્વ વિસ્તારમાં અત્યારે રોડ શો કર્યો હતો. કેજરીવાલ અને ભગવંત માન દ્વારા નિકોલ વિસ્તારમાં આ રોડ શોનો પ્રારંભ કરાવાયો હતો.
આ દરમિયા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હું રાજનીતી કરવા નથી આવ્યો. મને એ બધુ નથી આવડતું પરંતુ આ લોકોને તમે 25 વર્ષ આપ્યા છે હવે અમને આ મોકો આપીને જુઓ. દિલ્હીએ અમને આ મોકો આપ્યાે છે. પંજાબે પણ હવે આ મોકાે આપ્યાે છે. તમે પણ આપીને જુઓ જો ના ફાવે તો ફરી અમને બદલીને એમને લાવી દે જો તેમ કરી તેમને આક્ષેપ બીજેપ સરકાર પર કર્યો હતો.
તિરંગા યાત્રાનો સ્ટાર્ટીંગ પોઈન્ટ નિકોલ ખોડીયાર માતાનું મંદીર છે. મિશન પંજાબ બાદ આમ આદમી પાર્ટીની નજર ગુજરાત પર છે. રાજ્યો સાથેનું કનેક્શન જોડવાનો પ્રયત્ન આપ પાર્ટી કરી રહી છે. ગુજરાત સાથે સીધુ કનેક્શન એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ આ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.
રાજકિય માહોલ ગુજરાતની અંદર જામ્યો છે. કેન્દ્રિય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ચૂક્યા છે ત્યારે આજે અરવિંગ કેજરીવાલ આજે રોડ શોમાં આવ્યા છે. આગામી સમયમાં વહેલી ચૂંટણી થાય તેવી શક્યતા વચ્ચે અત્યારથી જ રાજકિય માહોલ જોવા મળ્યો છે.
પંજાબમાં ભવ્ય જીત હાંસલ કર્યા બાદ હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં વધુ તાકાતથી મેદાની ઉતરવાની તૈયારી કરી રહી છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો અમદાવાદમાં એક રોડ શો યોજવામાં આવ્યો હતો.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ઉત્તમનગર નજીક ખોડીયાર મંદિરથી માતાજીના દર્શન કરીને અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને રોડ શોની શરૂઆત કરી હતી અને બાપુ નગર બ્રિજ નીચે આ રોડ શો પૂરો થયો હતો. મહત્વની વાત છે કે, એક કલાકમાં જ આ રોડ શો પૂરો થઈ ગયો હતો. આમ આદમી પાર્ટીના રોડ શોમાં હજારો લોકો એકઠા થયા હતા.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં પેપર ફુટે છે એટલે.લીકેજ બંધ કરવુ પડશે. ગુજરાતમાં બધે લીકેજ છે. શિક્ષણને વેચવામાં આવી રહ્યું છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, કમળનું ફૂલ ક્યાં ઉગે છે કીચડમાં અને કીચડને સાફ કરવા માટે જાડુનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ભ્રષ્ટાચારના કિચડને સાફ કરવો પડશે. રોડ શોની શરૂઆતમાં તેમને જણાવ્યું હતું કે, ખોડીયાર માતાજીના આશીર્વાદ લીધા છે અને અમે લડી રહ્યા છે તેમાં માતાજી શક્તિ આપે અને તમે આ રોડ શોમાં મોટી સંખ્યામાં આવ્યા છો તમારી દેશભક્તિમાં કોઈ કમી નથી. ભીડ અને તિરંગો અરવિંદ કેજરીવાલ માટે નવી વાત નથી. જ્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા દિલ્હી પંજાબ તો થઈ ગયું અને હવે ગુજરાત એવું કહેતા જે લોકોએ બૂમાબૂમ કરી હતી.
તો બીજી તરફ આ રોડ શો દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા પણ લોકોને સંબોધન કરવામાં આવ્યું હતું. તેમને લોકોને કહ્યું હતું કે, કેમ છો મજામાં. તેમને એવું કહ્યું કે, મારે ભ્રષ્ટાચાર ખતમ કરવો છે દિલ્હીમાં ભ્રષ્ટાચાર ખતમ કર્યો છે. દિલ્હીમાં પૈસા વગર કામ થાય છે. કેજરીવાલ એવું પણ કહ્યું હતું કે, પંજાબની અંદર દસ દિવસમાં ભ્રષ્ટાચાર પૂરો થયો મારે રાજનીતિ કરવી નથી.
અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા કે, 25 વર્ષથી ભાજપ છે. છતાં ગુજરાતમાં ભ્રષ્ટાચાર દૂર થયો નથી. હું કોઈ પણ પાર્ટીની બુરાઈ કરતો નથી. કેજરીવાલે રોડ શો દરમ્યાન એવું પણ કહ્યું હતું કે, હું ભાજપ કે કોંગ્રેસને હરાવવા માટે નહીં પરંતુ ગુજરાતીઓને જીતાડવા માટે આવ્યો છું. એક મોકો આમ આદમી પાર્ટીને આપો 25 વર્ષ લોકોએ રાજ કર્યું અને એક મોકો અમને આપો પાંચ વર્ષમાં તમને ન ગમે તો અમને બદલી દેજો.
લોકોનો આભાર માનતા કેજરીવાલે જણાવ્યું હતું કે, દરેક લોકો અમારી જોડે તિરંગો લઈને ચાલી રહ્યા છે તેમનો આભાર. અમને રાજનીતિ કરતા નથી આવડતું મને દેશભક્તિ કરતા આવડે છે. દિલ્હીમાં અમે શાળા અને હોસ્પિટલ સારી કરી છે અને વીજળી 24 કલાક આપીએ છીએ. હવે પંજાબમાં પણ ખાનગી શાળાઓમાંથી નહીં વધે. તેમણે એવું પણ કહ્યું કે 25000 નવી નોકરી અને કોઈપણ પેપર ફૂટશે નહીં અમે ગુજરાત અને દેશને જીતાડવા માટે આવ્યા છીએ.
મહત્ત્વની વાત છે કે, પંજાબ અને દિલ્હીના મુખ્યમંત્રીનો રોડ શો અમદાવાદમાં યોજાયો હતો. આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તો કેટલાક લોકો તો ઘરના ધાબા પરથી રોડ શો જોઈ રહ્યા હતા. તે જ સમયે એક ગેલેરીનો ભાગ તૂટી ગયો હતો પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. તેવામાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોના ખબર-અંતર પૂછ્યા હતા અને તેમને ધ્યાન રાખવા માટે પણ કહ્યું હતું.
અમદાવાદમાં આમ આદમી પાર્ટીના રોડ શોને લઈને ઉત્તમ નગર ખોડીયાર મંદિરથી બાપુનગર બ્રિજ ડાયમંડ નગર ચાર રસ્તા સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ રોડ શોનાપગલે અમદાવાદમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..