સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમજના અગ્રણીએ સાદગી સાથે પુત્ર-પુત્રીનાં કર્યાં લગ્ન, દીકરી-વહુને છાબમાં ઘરેણાંની જગ્યાએ એમની ઉંચાઈ જેટલાં પુસ્તકો ભેટ આપ્યાં

હાલમાં જ્યારે સમાજ અને સોશિયલ સર્કલમાં સ્ટેટ્સ સમા લગ્ન પાછળ લાખો-કરોડોનો ખર્ચ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યાં 24મી ડિસેમ્બરે વરાછાના વેકરિયા પરિવારે સમાજ માટે ઉત્તમ સાદગી સાથે લગ્ન કરાવવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. બિનજરૂરી ખર્ચ અને દેખાડો ન કરીને દીકરા સિધ્ધાંત અને દીકરી સુભદ્રાના આર્ય સમાજની વિધીથી સાદાઈથી લગ્ન કરાવવાની સાથે લગ્નની છાબમાં સોના-ચાંદીના ઘરેણાંની જગ્યાએ દીકરી અને વહુની ઉંચાઈ જેટલાં પુસ્તકો ભેટ આપવામાં આવ્યાં છે, આ સાથે શહેરની પાંચ જેટલી સેવાભાવી સંસ્થાઓને રૂ.21-21 હજારનું દાન આપવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓને વૃક્ષદાન કર્યું

પોતાના દીકરા કે દીકરીના લગ્ન દરેક માતા-પિતાનું સપનું હોય છે. એમાંયે સોશિયલ સ્ટેટ્સ સાચવવા માટે કેટલાંક માતા-પિતાએ બિનજરૂરી ખર્ચનો બોજ પણ ઉપાડવો પડે છે. એવામાં વરાછાના વેકરિયા પરિવાર દ્વારા સમાજ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડી શકાય તે માટે પોતાના દીકરા-દીકરીના લગ્ન કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમજના ઉપપ્રમુખ અને વિશ્વ ગુજરાતી સમાજના મહામંત્રી સવજી વેકરિયાએ પોતના દીકરા સિધ્ધાંતના સ્વાતી સાથે અને દીકરી સુભદ્રા સુમિત સાથે મંગળવારે તા.24 ડિસેમ્બરે મીની બજાર સ્થિત સૌરાષ્ટ્ર ભવન ખાતે આર્ય સમાજની વિધી સાથે સાદાઈથી લગ્ન કર્યા છે. આ સમયે તેમણે પોતાની દીકરી અને વહુને તેમની ઊંચાઇ જેટલાં પુસ્તકો ભેટ આપ્યાં હતાં. એટલું જ નહીં શહેરની એક શાળામાં પર્યાવરણની જાગૃતિ અને સુરક્ષા માટે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. વેકરિયા પરિવારે સાથે સાથે વૃક્ષારોપણ, વૃક્ષદાન અને વૃક્ષ સંવર્ધન જેવી પ્રક્રિયાઓને પણ જોડી વિદ્યાર્થીઓને વૃક્ષદાન કરી તેના ઉછેર માટે પ્રેરિત કર્યા છે.

સેવાભાવી સંસ્થાઓના કાર્યની કદરને બિરદાવવા દાન આપ્યું

ડોનટ લાઈફ, લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર, પ્રયોશા પ્રતિષ્ઠાન આહવા, સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ અને માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સાથે સંકળાયેલા અગ્રણીઓને વરઘોડિયાના હસ્તે રૂ.21-21 હજાર રૂપિયાની ભેટ આપવામાં આવ્યું છે. જેનો ઉદ્દેશ ખોટા ખર્ચની જગ્યાએ સમાજને સેવારૂપ થવાનો વ્યક્ત કરાયો હતો.

સમાજ માટે શું સારું થાય તે વિચાર હતો

લગ્ન સમારોહ પાછળ થતો મોટા બિનજરૂરી આર્થિક ખર્ચની જગ્યાએ સમાજ માટે કશું સારું શુ કરી શકાય તે માટે વિચારમંથન પરિવાર સાથે ચાલુ હતો. દીકરીને તેમની ઉંચાઈ જેટલા જ પુસ્તકો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સાથે સેવાભાવી સંસ્થાઓને સારા કાર્ય માટે પ્રોત્સાહન બળ પૂરુ પાડવા માટે રૂ.21 હજારનું દાન કરવામાં આવ્યું છે. > સવજી વેકરિયા, સમાજ અગ્રણી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો