માઉન્ટ આબુમાં ગુજરાતી યુવતીઓ ટોલબુથ ઉપર બની ‘રણચંડી’, ટોલ બાબતે બોલાચાલી થતા ટોલનાકાના કર્મચારીને માર્યો માર, જુઓ વીડિયો

ગુજરાતીઓ (Gujarati news) માટે ફરવા જવાનું સૌથી પસંદગીનું સ્થળ રાજસ્થાનમાં (Gujarati visit rajasthan mount abu) આવેલું માઉન્ટ આબુ ગણાય છે. અહીં ગુજરાતીઓ મોટી સંખ્યામાં ફરવા જતા હોય છે. ત્યારે રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુ (Mount Abu, a hill station in Rajasthan) પર ત્રણ યુવતીઓએ (girl fighting viral video) નજીવી બાબતે તકરાર થતા ટોલ બુથ સંચાલકોને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે રાજસ્થાન પોલીસે (Rajasthan police) ત્રણ યુવતીઓ સહિત ચાર લોકોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રાજસ્થાનના પ્રખ્યાત હિલ સ્ટેશન માઉન્ટ આબુ પર આવેલ ટોલ પ્લાઝા પર યુવતીઓની દાદાગીરી અને મારામારીની ઘટના બની છે. આબુરોડની ત્રણ યુવતીઓ ગુજરાત પાર્સિંગ અને પ્રેસ લખેલી ઈનોવા કારમાં માઉન્ટ આબુ ફરવા ગઈ હતી જ્યાં માઉન્ટમાં પ્રવેશતા જ ટોલ બૂથ પર સંચાલકો અને યુવતીઓ વચ્ચે ટીકીટ લેવા બાબતે બોલાચાલી થઇ હતી જે બાદ ઉશ્કેરાઈ ગયેલી ત્રણેય યુવતીઓ અચાનક રણચંડી બની હતી.

અને ગાડી માંથી ઉતારી જાતે ગાળો બોલી બેરીકેડ ખોલવા લાગી હતી. જ્યાં ટોલ બુથ ના સંચાલકો અટકાવવા જતા ગાળાગાળી કરી સંચાલકોને મારવા લાગી હતી. બાદમાં ત્રણેય યુવતીઓ ટોલ બુથ કેબીનમાં ઘૂસી જઈ કોમ્પ્યુટર ઓપરેટરને પણ લાતો અને ફેટો વડે માર મારતી રહી સતત એક કલાક સુધી આ ત્રણેય યુવતીઓની મારામારી કરેલી મારામારીના વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

ઘટનાને પગલે રાજસ્થાન પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને ત્રણ યુવતીઓ અને ડ્રાઇવર યુવક સહિત ચાર લોકોની અટકાયત કરી વધુ કાર્યવાહી હતી. પોલીસે દાદાગીરી કરી મારા-મારી કરનાર ત્રણેય યુવતીઓ ની અટકાયત કરતા યુવતીઓએ તેમની ભૂલ સ્વીકારી હતી અને માફી માંગી હતી.

ઉલ્લેખનીય છે કે હરિયાણામાં પણ બે-ચાર દિવસ પહેલા ટ્યૂશન ક્લાસિસ સામે જ આઠ જેટલી યુવતીઓ એકબીજા સાથે મારમારી ઉપર ઉતરી આવી હતી. હરિયાણાના (Haryana news) રોહતક (Rohtak news) જિલ્લામાં રસ્તા વચ્ચે જ યુવતીઓ વચ્ચે જોરદાર તાંડવ થયું હતું. શહેરમાં એક કોચિંગ સેન્ટરની (Girls fighting out side of Coaching Center) બહાર વિદ્યાર્થિનીઓ વચ્ચે મારા મારી થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા (gril fighting video viral on social media) ઉપર વાયરલ થઈ રહ્યો ચે. વીડિયોમાં ચોખ્ખું દેખાય છે કે આશરે 8 યુવતીઓ એક બીજા ઉપર થપ્પડ, તાલો-ફેંટો વરસાવી રહી છે.

રસ્તા વચ્ચે જ યુવતીઓ એકબીજા સાથે મારામારી ઉપર ઉતરી હતી. જ્યારે રસ્તે પસાર થતાં વાહન ચાલકો તેમની ફાઈટિંગ જોઈ રહ્યા હતા. કેટલાક લોકોએ તેમને વિદ્યાર્થિનીઓને રોકવાની કોશિશ કરી હતી. પરંતુ તેઓ મારપીટ કરી રહી હતી. લોકોના ટોળામાંથી કોઈએ આ ઘટનાને મોબાઈલના કેમેરામાં કેદ કરી હતી. અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો.

વિદ્યાર્થિનીઓનો આ તાંડવનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઈ રહ્યો છે. જોકે, વિદ્યાર્થિનીઓ વચ્ચે આ બબાલ કેમ થઈ હતી એ અંગે હજી ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. અને કોઈએ આ અંગે પોલીસ ફરિયાદ પણ કરી નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો