સુરતમાં દિવાળીની રાત્રિથી ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો વડોદ ગામની અવાવરૂ જગ્યા એ ઝાડી ઝાંખરામાં મળી આવ્યો છે. બાળકીનું અપહરણ બાદ હત્યાની આશંકા સેવાઇ રહી છે. ત્યારે બાળકી સાથે કોઈ અઘટિત ઘટના બની છે કે કેમ તે માટે પોલીસે ફોરેન્સિક પીએમ કરવવામાં આવ્યું છે. 100થી વધુ પોલીસ જવાનો દિવાળીની રાત્રિથી શોધખોળ કરતા હતા.
સુરતના પાંડેસરા વડોદ ગામમાંથી દિવાળીની રાત્રે ઘર આંગણે રમતી અઢી વર્ષની બાળકી રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. આજે વડોદ ગામમાં જ ઝાડીમાંથી બાળકી મૃત હાલતમાં મળી આવી છે. જેથી પોલીસે અપહરણ અને હત્યાની દિશામાં તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
અત્રે ઉલ્લેખનિય છે કે, બાળકી રમતા રમતા ક્યાંય ચાલી ગઈ કે માસૂમ બાળકીનું અપહરણ કરાયું એ વાતને લઈ શ્રમજીવી પરિવાર જ નહીં પણ પોલીસે પણ ચિંતા વ્યક્ત કરી હતી.100થી વધુ પોલીસ જવાનો બાળકીને શોધી રહ્યા હતા.
દિવાળીની રાત્રે જ અઢી વર્ષની બાળકી ઘર આંગણેથી જ ગુમ થવાને લઈને પોલીસ દોડતી થઈ હતી. 100થી વધુ પોલીસ જવાનો છેલ્લા બે દિવસથી શોધખોળ કરી રહ્યા છે. આજે વડોદ ગામમાં ઝાડીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.
જેથી પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને અપહરણ અને હત્યાની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.સુરત ના પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામમાં અઢી વર્ષની બાળકી દિવાળીની રાતથી ગુમ થઈ હતી. બાળકીના પિતા મિલમાં મજૂરી કામ કરે છે.
બે બાળકીઓમાં આ મોટી દીકરી હતી. ઘર આંગણે રમતા રમતા ગુમ થઈ ગઈ હતી. ઘરની આજુબાજુ ઝાડી-જંગલ છે, પોલીસ બધા જ કામ છોડીને દીકરીને રાત-દિવસથી શોધી રહી હતી.બાળકીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.
બાળકી જ્યાંથી ગુમ થઈ હતી ત્યાં આજુબાજુના સીસીટીવી પણ ચેક કરાયા હતા.જેમાં એક આધેડ આ બાળકી ને.લઈ જતા નજરે પડી રહ્યો છે.જોકે PCB, DCB સહિતની ટીમો તહેવારો છોડી કામે લાગી હતી.
100થી વધુ પોલીસ જવાન દીકરીના ફોટો લઈ ગલી ગલીએ ફરી હતી. આ સાથે લોકોને પણ કોઈપણ પ્રકારની માહિતી મળે તો પોલીસ કે પોલીસ કન્ટ્રોલનો સંપર્ક કરે એવી વિનંતી કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..