બનાસકાંઠાના દાંતીવાડામા યુવતીની આત્મહત્યા મામલે ખુલ્યું ચોંકાવનારુ રહસ્ય, મોબાઈલ ચેક કરતા થયો ઘટસ્ફોટ

દાંતીવાડાના પાંથાવાડા ખાતે અઠવાડિયા અગાઉ યુવતીએ કરેલી આત્મહત્યા મામલે મોટો ઘટસ્ફોટ બહાર આવ્યો છે. મૃતક યુવતીનો મોબાઈલ ચેક કરતા ત્રણ યુવકોએ દુષ્કર્મ આચરી તેનો વીડિયો બનાવી બ્લેકમેલ કરતા હતા, જેથી યુવતીએ આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે પોલીસે આગળ તપાસ હાથ ધરી આરોપીઓની શોધખોળ હાથધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લાના પાંથાવાડામાં અઠવાડિયા અગાઉ એક યુવતીની આત્મહત્યા મામલે ત્રણ શખ્સોએ યુવતી સાથે દુષ્કર્મ ગુજારી તેના અશ્લીલ વીડિયો ઉતાર્યો હતો. અને આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેક મેલ કરતા હોવાનું બહાર આવતા આજે દફનાવાયેલ યુવતીના મૃતદેહ ને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

શું હતો મામલો? – દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામે 25 ઓગસ્ટે એક અનુસૂચિત જાતિની યુવતીએ ઘરમાંજ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તે યુવતીના મૃતદેહને સામાજિક રીતરિવાજ મુજબ તેના પરિવારજનોએ દફનાવી દીધો હતો. પરંતુ તે બાદ મૃતક ના પરિવારના હાથે યુવતીનો મોબાઈલ લાગ્યો હતો. જેમાં તપાસ કરતા કેટલાક સનસનીખેજ રેકોર્ડિંગ સામે આવ્યા. આ રેકોર્ડિંગમાં ત્રણ શખ્સોએ યુવતી સાથે દુષ્કર્મ ગુજારી યુવતીના અશ્લીલ ફોટા તેમજ વીડિયો બનાવી તે વાયરલ કરવાની ધમકી આપ્યાનું જણાયું હતું. જેથી મૃતકના પરિવારજનોએ મૃતક યુવતીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. અને મૃતક યુવતીના પીએમની માંગ કરી હતી.

આ મામલે આજે પાંથાવાડા પોલીસે, મામલતદાર અને એસસીએસટી સેલના ડીવાયએસપી ની હાજરીમાં મૃતક યુવતીના કંકાલને 7 દિવસ બાદ બહાર કાઢ્યો હતો અને બહાર કઢાયેલા કંકાલ ને અમદાવાદ પીએમ અર્થે ખસેડાયો છે. પોલીસે અત્યારે યુવતીના મૃતદેહને વધુ તપાસ અર્થે અમદાવાદ ખસેડાયો છે, જ્યારે મહેન્દ્ર ઉર્ફે ભૂરો પુરોહિત, નટવર ઉર્ફે નમન પુરોહિત અને રતનસિંહ રાઠોડ નામના આરોપીઓને શોધખોળ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો