આર્ટિકલ 370 પર ભારતીય સંસદમાં ચાલી રહેલી ચર્ચાને ગિલગિત-બાલ્ટિસ્તાનનાં લોકો પણ ગંભીરતાથી લીધી છે. તેઓ ગૃહમંત્રી અમિત શાહના એક-એક તર્ક ધ્યાનથી સાંભળતાની સાથે તેમના તરફથી પણ એક પ્રતિક્રિયા સામે આવી છે.
અધિકારોની લડાઇ લડી રહેલ ગિલગિત-બાલ્ટિસ્તાનના એક કાર્યકર્તા સેંગે એચ.સેરિંગે (Senge Sering) ગૃહમંત્રી અમિત શાહ ને માંગ કરી છે કે તેઓ ભારતની સાથે જ જોડાવા ઇચ્છે છે અને તેને પણ ભારતીય સંવિધાનમાં પ્રતિનિધિત્વ મળે. તમને જણાવી દઇએ કે આ ભાગ હાલમાં પાકિસ્તાનનાં કબ્જામાં છે અને ત્યાંના લોકો ભારતમાં વાપસીને લઇને અભિયાન ચલાવી રહેલ છે.
તેઓએ કહ્યું કે, ‘ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, પીઓકે જમ્મુ-કાશ્મીરનો અભિન્ન ભાગ છે. અમે માનીએ છીએ કે ગિલગિત-બાલ્ટિસ્તાન ભારતનો એક અભિન્ન ભાગ છે. અમે લદ્દાખનો વિસ્તાર છીએ અને અમે ભારતીય સંઘ અને સંવિધાન અંતર્ગત પોતાને માટે અધિકારની માંગ કરીએ છીએ.’
#WATCH Senge H. Sering, Gilgit-Baltistan activist: Home Minister Amit Shah has said that PoJK is an integral part of J&K. We believe Gilgit-Baltistan is an integral part of J&K. We are extension of Ladakh & we ask for our rights in constitutional framework of India pic.twitter.com/jIWwRdNB0q
— ANI (@ANI) August 6, 2019
સેરિંગે કહ્યું કે, ‘ત્યાંના કાયદાકીય એકમમાં અમે પોતાનું પ્રતિનિધિત્વ માંગીએ છીએ. જે કેન્દ્રશાસિત બનેલ છે કે જ્યાંની રિઝવ્ર સીટો પર ગિલગિત-બાલ્ટિસ્તાનને માટે સીટોં હોવી જોઇએ. અમે સમજીએ છીએ કે રાજ્યસભા અને લોકસભામાં અમારું પ્રતિનિધિત્વ હોવું જોઇએ. અમે અભિન્ન ભાગ છીએ.’
ઉલ્લેખનીય છે કે લોકસભામાં ચર્ચા દરમ્યાન આર્ટિકલ 370 પર સરકારના નિર્ણયનો વિરોધ કરી રહેલ વિપક્ષી નેતાઓએ પીઓકેના મુદ્દો ઉઠાવ્યો કે જેની પર અમિત શાહે જવાબ આપતા કહ્યું કે, ‘જ્યારે મે જમ્મુ-કાશ્મીરની વાત કરી છે તો તેનો અર્થ પીઓકેથી થાય છે. અમે પીઓકેને પરત લેવા માટે જીવ આપી દઇશું.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.