( આ કહાણી ‘કોન્ટ્રોવર્શિયલ ક્લેમ સીરિઝ’ હેઠળ છે. દુનિયાભરમાં સમયે-સમયે આવા અનેક વિવાદિત દાવા કરવામાં આવ્યાં છે, જેના દ્વારા તે મીડિયામાં ચર્ચામાં બન્યા છે.)
ચીનના બીજિંગ શહેરમાં એક એવી ઘટના બનવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જેના કારણે આજે પણ લોકોને બસમાં સફર કરવાથી બીક લાગે છે. લગભગ 2 દશકથી પણ વધારે સમયથી રૂટ 375ની ભૂતિયા બસની કહાણી સંભળાવવામાં આવી રહી છે. આ કહાણી કેટલી સાચી છે તે સ્પષ્ટ થઇ શક્યું નથી, પરંતુ જે પણ આ કહાણી સાંભળે છે તે આ રૂટની બસમાં ક્યારેય ચઢતો નથી. આ ઘટના 14 નવેમ્બર 1995ની ઉલ્લેખવામાં આવે છે.
– 14 નવેમ્બરની રાતે એક વૃદ્ધ અને યંગ યુવક રૂટ 375ની છેલ્લી બસની રાહ જોઇ રહ્યા હતાં. બંને વચ્ચે નોર્મલ વાતચીત ચાલી રહી હતી. ઠંડીના કારણે રસ્તા સૂનસાન હતાં અને હળવી ઘૂમસ પણ હતી. ઠીક 11 વાગતાં જ તે રૂટની છેલ્લી બસ જોવા મળી હતી.
– બસ સ્ટોપ પર બસ રોકાતા જ વૃદ્ધ અને યુવક બસમાં ચઢી જાય છે. બસ સંપૂર્ણ ખાલી હોય છે. તેમાં ડ્રાઇવર અને એક લેડી કંડક્ટર સિવાય કોઇ હોતું નથી.
– યુવક આગળ ડ્રાઇવરની સીટ તરફ બેસી જાય છે અને વૃદ્ધ વચ્ચે બેસી જાય છે. બસ આગળ બીજા સ્ટોપ તરફ ચાલવાં લાગે છે.
ત્રણ લોકોએ બસને રોકીઃ-
– બસ થોડે દૂર આગળ વધે છે કે, બસ અચાનક રોકાઇ છે. પાછળ બેસેલાં વૃદ્ધને ત્રણ લોકોનો પડછાયો બારીમાંથી જોવા મળે છે. ત્રણ લોકો બસ પર ચઢે છે. ઓછાં પ્રકાશને કારણે વૃદ્ધને તેમનો ચહેરો યોગ્ય રીતે દેખાતો નથી. તે માત્ર એટલું જોઇ શકે છે કે, બે લોકો પોતાની વચ્ચે કોઇ એક વ્યક્તિને મદદ આપી રહ્યા હોય. તે વ્યક્તિનું માતું નીચે નમેલું હોય છે. વૃદ્ધને એવું લાગે છે કે, લગભગ તે વ્યક્તિ નશામાં હશે.
– બસ ફરી આગળ ચાલે છે. સૂનસાન રસ્તાની સાથે બસમાં પણ શાંતિ થઇ જાય છે.
અચાનક વૃદ્ધે અજીબ હરકત કરીઃ-
– બસ આગળ ચાલે છે કે, વૃદ્ધ પાછળથી ઉભો થઇને આગળ બેસેલાં યુવાન સાથે દલીલો કરવા લાગે છે. આ તે જ યુવક હતો જે તેમની સાથે સ્ટોપ પર ઊભો હતો. વૃદ્ધની દલીલથી યુવકને ગુસ્સો આવે છે અને તેઓની વાત મારામારી સુધી આવી જાય છે. ગુસ્સામાં ડ્રાઇવર બસ રોકીને બંનેને નીચે સૂનસાન રસ્તામાં ઉતારીને ચાલ્યો જાય છે.
– બંનેને ઉતાર્યા બાદ વૃદ્ધ ફરી શાંત થઇ જાય છે, ત્યારે યુવક તેમને પૂછે છે કે, તમે વિના કારણે ઝગડો કેમ કર્યો? ત્યારે વૃદ્ધ તેનો હાથ પકડીને કહે છે કે, બેટા હું ઝગડ્યો નથી. મેં તારું જીવન બચાવ્યું છે.
– યુવક સમજી શકતો નથી. વૃદ્ધ કહે છે કે, જે ત્રણ લોકો બસમાં ચડ્યા હતાં, તેમના પગ જ હતાં નહીં. તેમનું શરીર હવામાં હતું. આ સાંભળીને યુવક થથરી જાય છે.
પોલીસને સૂચના આપીઃ-
– બંને પાસેના જ પોલીસ સ્ટેશન સુધી જાય છે અને પોતાની સાથે બનેલી ઘટના વિશે જણાવે છે. તેમની વાત સાંભળીને પોલીસ બંનેને પાગલ સમજવા લાગે છે. બંને ચુપચાપ પોતાના ઘરે પાછા ફરે છે. ત્યાર બાદ બીજા દિવસે જે ન્યૂઝ આવે છે તેનાથી પોલીસના હોશ ઊડી જાય છે. જે કંપનીની બસ આ રૂટ પર ચાલતી હતી તેમના તરફથી બસ ડ્રાઇવર અને કંટક્ટર સહિત ગાયબ થઇ જવાનો દાવો કરવામાં આવે છે. પોલીસ તે વૃદ્ધ અને યુવકને શોધવા લાગે છે, જેઓ મોડી રાતે આવ્યાં હતાં. બંને મીડિયાને પોતાની કહાણી જણાવે છે કે, બીજા જ દિવસે બસની જાણકારી મળે છે.
100 કિમી દૂર નદીમાં બસ મળીઃ-
– પોલીસને બીજા દિવસે એક બસ એક્સીડેન્ટની સૂચના મળે છે. આ તે જ બસ હોય છે, જેનો ઉલ્લેખ વૃદ્ધ અને તે યુવકે કર્યો હતો. પોલીસની ઊંઘ ઉડી જાય છે. બસને પાણીથી બહાર કાઢવામાં આવે છે ત્યારે ખોફનાક દ્રશ્ય સામે આવે છે. તેમાં ડ્રાઇવર અને કંટક્ટરની લાશ મળે છે. આ સિવાય ત્રણ ખરાબ રીતે સડેલી લાશ પણ મળી આવે છે. વૈજ્ઞાનિકોની ટીમ દંગ રહી જાય છે, તેમના પ્રમાણે 48 કલાકના સમયમાં કોઇ લાશ આટલી ખરાબ રીતે સડેલી હોઇ શકે નહીં. જ્યારે ડ્રાઇવર અને કંડક્ટરની લાશ ઠીક સ્થિતિમાં હોય છે. જેથી આ વાતને બળ મળે છે કે, તે ત્રણ શરીર શું સાચે જ પ્રેત આત્માઓ હતી?
આ વાતથી આખા શહેરમાં ખોફ ફેલાયોઃ-
– એટલું જ નહીં, દાવો એવો પણ કરવામાં આવે છે કે, જ્યારે પોલીસે બસની તપાસ કરી ત્યારે તેના ફ્યૂલ ટેંકમાં ડીઝલની જગ્યાએ લોહી હતું. આ જોઇને પોલીસ વિભાગ પણ પરેશાનીમાં પડી ગયાં. તેમને પણ લાગ્યું કે, તે વૃદ્ધ અને યુવકની જે કહાણી સંભળાવી હતી, તે સાચી હતી. સૌથી ખોફનાક વાત એ હતી કે, બસ આખરે સ્ટોપથી 100 કિલોમીટર આગળ જિંગ શહેરની પાસે એક નદીમાં મળી હતી, જ્યારે રિપોર્ટ્સ પ્રમાણે બસમાં એટલું ડિઝલ હતું જ નહીં કે, તે 100 કિલોમીટર સુધી ચાલી શકે.