ભારતીય મસાલામાં તમાલપત્રનું એક ખાસ મહત્વ છે. તમાલપત્ર ભોજનનો સ્વાદ બમણો કરી દે છે. જેથી ખાસ કરીને લોકો તેમના ભોજનમાં તમાલપત્રનો ઉપયોગ કરે છે. તે સિવાય તમે જાણતા હશો કે તમાલપત્ર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. તમાલપત્રનું સેવન કરવાથી કેન્સર સહિત હૃદય સંબંધિત બીમારીઓથી બચી શકાય છે. એટલું જ નહી તમાલપત્રનો ઉકાળો અને લેપ મચકોડ આવવા પર અને નસમાં સોજા આવવા પર તેને દૂર કરે છે. તેમા એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ, એન્ટી ઇંફ્લામેટ્રી અને દુખાવાને દૂર કરવાના ગુણ રહેલા છે. જેના કારણથી તે દુખાવા માટે લાભાદાયી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ રીતે બનાવો ઉકાળો
10 ગ્રામ તમાલપત્ર, અજમો અને વરિયાળીને બરાબર પીસી લો. હવે તેને એક લીટર પાણીમાં ઉકાળી લો આશરે 100-150 ગ્રામ પાણી રહી જાય એટલે ગેસ બંધ કરી લો તે બાદ તેનું નિયમિત સેવન કરવાથી નસોમાં આવતા સોજા દૂર થશે.
મચકોડમાં આરામ
મચકોડ આવવા પર તમાલપત્ર, અજમો અને વરિયાળીથી બનેલો ઉકાળો રામબાણ ઇલાજ છે. મચકો઼ડ આવવા પર તેનુ સેવન કરી શકો છો. જે દુખાવા અને સોજાને ઓછા કરવામાં મદદરૂપ છે. તે સિવાય તમે તમાલપત્ર અને લવિંગને પાણીમાં પીસીને તેનો લેપ બનાવી શકો છો. તમાલપત્ર અને લવિંગનો લેપ લગાવવાથી દુખાવામાં તમને આરામ મળશે.
નસોમાં આવતા સોજામાં આરામ
નસોમાં સોજા આવવાના કારણે ઘણી તકલીફ થાય છે અને તેની અસર કામ પર પડે છે. નસોમાં સોજો વધારે પડતું ખેંચાણ, ઇજા અને નસો પર દબાણ પડવાથી થાય છે. આ સ્થિતિમાં તમાલપત્ર, અજમો અને વરિયાળીથી બનેલો ઉકાળો પીવાથી સોજો ઓછો થાય છે. તે સિવાય તમાલપત્ર, તજ અને લવિંગને પીસીને તેનો લેપ લગાવવાથી દુખાવામાં રાહત મળે છે.
પોસ્ટ ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..