માથાના દુખાવો દૂર કરવામા માટે અકસીર છે આ પાંચ ઘરગથ્થુ નુસખા, તરત આપશે રાહત, જાણો અને શેર કરો

વાદળિયા (cloudy environment) વાતાવરણના કારણે અનેક લોકોને માથાનો દુખાવો (headache) થયા કરતો હોય છે. આ પરિસ્થિતિમાં તમે માથાના દુખાવાથી રાહત મેળવવા માટે પેઈનકિલર દવાઓનું સેવન કરતા હોવ છો. આ પેઈન કિલર દવાઓનું સેવન કરવાથી તમને દુખાવાથી રાહત મળે છે પરંતુ વધુ પડતી આ દવાઓનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન થાય છે. આ દુખાવાથી રાહત મેળવવા માટે ઘરેલુ નુસ્ખાઓ પણ ફાયદાકારક નીવડે છે. આ ઘરેલુ નુસ્ખાની મદદથી સ્વાસ્થ્યને નુકસાન થતું નથી અને દુખાવાથી રાહત પણ મળે છે. માથાના દુખાવાથી રાહત મેળવવા માટે અહીંયા ઘરેલુ નુસ્ખા જણાવવામાં આવ્યા છે તે જોઇએ.

તુલસી – જો તમને માથામાં સખત દુખાવો થઈ રહ્યો છે તો તમે તુલસીના પાનથી આ દુખાવાથી રાહત મેળવી શકો છો. માથામાં સખત દુખાવો થાય તો એક કપ પાણીમાં તુલસીના પાન નાંખીને આ પાણીને ઉકાળી લો. ત્યારબાદ તેમાં મધ ઉમેરીને તેનું સેવન કરો. આ મિશ્રણનું સેવન કરવાથી તમને માથાના દુખાવાથી રાહત મળશે.

પાણી – ક્યારેક ક્યારેક શરીરમાં પાણીની કમી થવા પર માથાનો દુખાવો થાય છે. આ પરિસ્થિતિમાં શરીરને હાઈડ્રેટેડ રાખો અને વધુ માત્રામાં પાણીનું સેવન કરો.

એક્યુપ્રેશર – એક્યુપ્રેશરની મદદથી માથાના દુખાવાથી રાહત મળે છે. તમારા બંને હાથની હથેળીઓને સામે લાવીને એક હાથથી બીજા હાથના અંગૂઠા અને ઈંડેક્સ ફિંગરની વચ્ચેની જગ્યાએ હલ્કા હાથે માલિશ કરો. આ પ્રકારે 5 મિનિટ સુધી માલિશ કરવાથી માથાના દુખાવાથી રાહત મળશે.

મરી અને ફુદીનો – મરી અને ફુદીનાની ચાનું સેવન કરવાથી માથાના દુખાવાથી રાહત મળે છે. બ્લેક ટીમાં ફુદીનાના પાન અને મરી નાંખીને તેનું સેવન કરો.

લવિંગ – માથાના દુખાવો ઓછો કરવામાં લવિંગ ખૂબ જ લાભદાયી છે. લવિંગને તવા પર ગરમ કરો. હવે આ લવિંગને રૂમાલમાં બાંધી લો. હવે આ પોટલીને થોડી થોડી વારે સૂંઘતા રહો. આ પ્રકારે લવિંગની પોટલી સુંઘવાથી તમને માથાના દુખાવાથી રાહત મળશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો